Aapnu Gujarat
ગુજરાત

વિસ્મયની અરજી બીજા જજે નોટ બીફોર મી કરી દીધી

રાજ્યભરમાં ચકચાર મચાવનાર બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ સાથે મળી મિત્રો સાથે દારૂ-હુક્કાની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપાઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં વિસ્મય શાહની જામીનઅરજીની સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાય તેવી શકયતા હતી, પરંતુ આજે બીજા જજ જસ્ટિસ એ.પી.ઠાકરે વિસ્મયની જામીનઅરજીની મેટર નોટ બી ફોર મી કરી હતી. ગઇકાલે જ હાઇકોર્ટના સીંગલ જજ જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ વિસ્મય શાહની જામીનઅરજીની સુનાવણી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને આ કેસની જામીનઅરજીની મેટર નોટ બી ફોર મી કરી હતી. ત્યારબાદ આજે બીજા જજ જસ્ટિસ એ.પી.ઠાકરે પણ વિસ્મયની મેટર નોટ બી ફોર મી કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. બંને જજ દ્વારા વિસ્મયની મેટર નોટ બી ફોર મી થતાં તેની મુશ્કેલીમાં વધારો થયો છે. વિસ્મય આણિમંડળીને હજુ જેલમાં જ રહેવું પડશે તેવું લાગી રહ્યું છે. બીજા સીંગલ જજે પણ વિસ્મયની જામીનઅરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરતાં હવે એકટીંગ ચીફ જસ્ટિસ અન્ટ જજ સમક્ષ મેટર સુનાવણી માટે મોકલશે અને ત્યારબાદ વિસ્મય શાહના જામીનનો ફૈંસલો થશે. વિસ્મય આણિમંડળીને દારૂ-હુક્કાની મહેફિલ માણવી બહુ મોંઘી અને કષ્ટદાયક નીવડી છે અને તેના કારણે, વિસ્મય આણિમંડળીને થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરનું સેલિબ્રેશન જેલમાં જ કરવાનો વારો આવ્યો હતો. તાજેતરમાં જ ગાંધીનગર સેશન્સ કોર્ટે વિસ્યમ શાહ સહિતના તમામ છ આરોપીઓના જામીન આકરા વલણ સાથે ફગાવી દીધા હતા. સેશન્સ કોર્ટે વિસ્મય સહિતના આરોપીઓની જામીન અરજી ફગાવી દઇ તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સામાન્ય રીતે પ્રોહીબીશનના કેસમાં કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપી દેવાતા હોય છે પરંતુ પ્રસ્તુત કેસમાં આરોપી વિસ્મય શાહ ચકચારભર્યા હીટ એન્ડ રન કેસમાં બે યુવકોના મોત નીપજાવવા બદલ પાંચ વર્ષની સજા પામી ચૂકયો છે અને તેની સજા સામેની અપીલ ગુજરાત હાઇકોર્ટમાં પડતર છે. એટલું જ નહી, હાઇકોર્ટે પણ તેને આકરી શરતો સાથે જામીન આપેલા છે ત્યારે તેમછતાં વિસ્મય શાહ દારૂ-હુક્કાની મહેફિલ માણતાં પકડાવાની ગુનાહિત કૃત્યોમાં પકડાતાં કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને ભારે નારાજગી વ્યકત કરી હતી. ગાંધીનગર સેશન્સ કોર્ટે વિસ્મય સહિતના આરોપીઓની જામીનઅરજી ફગાવી દેતાં વિસ્મય શાહ આણિમંડળીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીનઅરજી કરી હતી. જો કે, ગઇકાલે હાઇકોર્ટના સીંગલ જજ જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ આ જામીનઅરજીના કેસની સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કરી મેટર નોટ બી ફોર મી કરી દીધી હતી. ત્યારબાદ આ મેટર આજે અન્ય જજ જસ્ટિસ એ.પી.ઠાકરની કોર્ટમાં આવી હતી પરંતુ જસ્ટિસ એ.પી.ઠાકરે પણ વિસ્મયની મેટર નોટ બી ફોર મી કરી દીધી હતી. આમ હવે વિસ્મય શાહની મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે. વિસ્મય શાહ આણિમંડળીને હવે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ન્યુ યરનું સેલિબ્રેશન જેલમાં જ કરવુ પડયું છે. હવે વિસ્મયની મેટર કયા જજ સમક્ષ નીકળે છે તેની પર સૌની નજર છે.

Related posts

તમામ હોસ્પિટલ હાઉસફૂલ, ૧૦૮માં ૩૦૦-૪૦૦ કોલ વેઈટિંગમાં : નાયબ મુખ્યમંત્રી

editor

ओढव हत्या : दो लोगो को गिरफ्तार करने में सफलता

aapnugujarat

પાટીદાર નેતાઓને આવરી લેતા રાજદ્રોહ કેસમાં અનિશ્ચિત મુદત સુધી ચાર્જફ્રેમ પ્રક્રિયાને મોકૂફ રાખવા ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1