Aapnu Gujarat
ગુજરાત

૨૬ જાન્યુઆરીથી અનામત હટાવો દેશ બચાવો પદયાત્રા યોજાશે

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે પાટીદારો બાદ અન્ય જ્ઞાતિઓ પણ મેદાનમાં આવી હતી જેને પગલે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં તોફાનો અને આંદોલનો થયા છે હવે ૨૬મી જાન્યુઆરીથી કેટલાક લોકો દ્વારા અનામત હટાવો દેશ બચાવો ના નારા સાથે પદયાત્રા કાઢવાનું નક્કી કરાયું છે જે મુજબ અસારવાથી ૨૬મીએ સવારે સાડા નવ વાગ્યે એક રેલી નીકળશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે આ પદયાત્રા સાબરમતી વિસ્તારમાં આરટીઓ સર્કલ નજીક પહોંચશે તે અગાઉ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાસે જેમાં એવી માગણી કરાશે કે દેશભરમાંથી અનામત અને દૂર કરવી જોઈએ માત્ર મેરિટને આધારે નોકરી કે અન્ય કોઈપણ લાભદાયી પદ પર આવી જઈએ અનામતને કારણે ખરેખર મેરિટવાળા ઉમેદવારને અને યુવાપેઢીને ભારે અન્યાય અને નુકશાન થઈ રહ્યું છે.
સમગ્ર દેશમાં અનામત પર પ્રતિબંધ લાદી દેવો જોઈએ અગાઉ પણ અનામત હટાવો ના નારા સાથે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે કેન્દ્રમાંથી આ સંદર્ભમાં કેટલીક સ્પષ્ટતાઓ સાથેના જવાબ પણ મોકલાયા છે પરંતુ હવે માત્ર પાટીદાર કે બીજી કોઈ જ્ઞાતિ ને અનામત આપવાની માગણી કરવાને બદલે કોઈપણ જ્ઞાતિને અનામત ન મળવી જોઈએ.
માત્ર મેરિટને આધારે જ મેડિકલ અને એન્જિનિયરિંગ જેવી વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ તેમજ સરકારી અને અર્ધસરકારી નોકરીઓમાં આમાં પણ ભરતી પ્રક્રિયા મેરિટને આધારે થવી જોઈએ દેશમાંથી વિવિધ સ્તરે અપાતા અનામતને હટાવવા માટેની ચળવળ આગામી સમયમાં વધુ તેજ બનાવશે.

Related posts

રાષ્ટ્રપતિ કોવિંદ ૨૧ જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

aapnugujarat

ગુજરાતને મેડિકલ ટ્યુરિઝમ હબ બનાવવા પ્રયાસો જરૂરી

aapnugujarat

શહેરમાં ત્રણ જ વર્ષમાં ૩૦ હજાર ઇ-રિક્ષા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1