Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતને મેડિકલ ટ્યુરિઝમ હબ બનાવવા પ્રયાસો જરૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વંત્રતા પર્વે શહેરના ગેંડ સર્કલ પાસે સારાભાઈ રોડ પર ખાનગી સુપર સ્પેશ્યાલીટી ટ્રાયકલર હોસ્પિટલ્સનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે ગુજરાતને મેડીકલ ટુરીઝમનું હબ બનાવવા માટે સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી. રાજયની આરોગ્ય નીતિ અને તેની મહત્વપૂર્ણ જોગવાઈઓની ચર્ચા કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી ક્ષેત્ર સહિતના ગુજરાતના મેડીકલ કોલેજીસથી વંચિત સાત જિલ્લાઓમાં મેડીકલ કોલેજીસની સ્થાપના માટે પ્રોત્સાહન આપવા રાજય સરકારે બ્રાઉન ફીલ્ડ પોલીસી અમલમાં મુકી છે. તેના હેઠળ મેડીકલ કોલેજીસની સ્થાપના માટે વિનામુલ્યે જમીનની ફાળવણી, સંલગ્ન, દવાખાના જેવી પ્રોત્સાહક જોગવાઈઓ કરવામાં આવી છે. દવાખાના, સારવાર અને દવાઓ મોંધી છે ત્યારે સસ્તી જેનેરીક દવાઓની તબીબો દ્વારા ભલામણ થાય તે ઈચ્છનીય છે તેવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજય સરકાર તેના માટે વિધેયાત્મક કાયદો બનાવશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જન ઔષધાલય યોજના હેઠળ સસ્તી અને ગુણવત્તાવાળી જેનેરીક દવાઓ પુરી પાડતા એક હજાર મેડીકલ સ્ટોર્સ શરૂ કરવાનું અમારૂ આયોજન છે. ગુજરાતમાં વિશ્વ કક્ષાની ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ મળી રહે અને જગતભરમાંથી લોકો સારવાર લેવા ગુજરાતમાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે એ માટેનું પ્રોત્સાહક વાતાવરણ સર્જવા રાજય સરકાર સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલને મોંઘા તબીબી ઉપકરણોની ખરીદીમાં ૨૦ ટકા સહાય, વીજ ડ્યુટીમાં રાહત, વ્યાજ દરમાં રાહત જેવા લાભો આરોગ્ય નીતિ હેઠળ આપી રહી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવાયના રાજયના નાના અને મધ્યમ નગરોમાં સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ સ્થપાય અને ગોલ્ડન પીરીયડમાં ખાતરીબદ્ધ તબીબી સહાયતા મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું અમારૂ લક્ષ્ય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૪૨ લાખ ગરીબ અને મધ્યમવગના નિર્ધારીત આવક મર્યાદામાં આવતા પરિવારોને મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડસ હેઠળ બે લાખ સુધીની વિનામુલ્યે સારવારની સુવિધા રાજય સરકાર આપે છે. તેના માટે સરકાર દર વર્ષે ૭૦૦ રોડનો ખર્ચ કરે છે. યુએન મહેતા હ્ય્દયરોગના ચિકિત્સાલય અને કિડની હોસ્પિટલ જેવી સરકારી હોસ્પિટલ્સે આગવી નામના મેળવી છે અને સરકાર સાધન સુવિધા વૃદ્ધિ દ્વારા સરકારી દવાખાનાઓની સારવાર ગુણવત્તાનું સંવર્ધન કરી રહી છે.

Related posts

લીલાપુર ફાર્મહાઉસથી થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા શરાબનો જથ્થો કબજે કરાયો

aapnugujarat

ગુજરાતમાં એક પણ જેલ બંધ કરાઈ જ નથી : જાડેજાનો દાવો

aapnugujarat

राज्य के कई जिलो में एटीएम बंद के बोर्ड लगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1