Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

મેલબોર્ન ટેસ્ટ : ભારતને જીતવા બે વિકેટની જરૂર

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસે ભારતે પોતાની જીત નક્કી કરી લીધી હતી. બોક્સીંગ ટેસ્ટ મેચ જીતવાથી ભારતીય ટીમ હવે બે પગલા દુર છે. પેટ કમિન્સ અને લિયોન ભારતની જીત આડે અડચણો બની રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આજે ચોથા દિવસે જીતવા માટેના લક્ષ્યાંકનો પીછો કરતા ૮ વિકેટે ૨૫૮ રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયન ટીમને હજુ પણ ૧૪૧ રનની જરૂર છે પરંતુ તેની બે વિકેટ હાથમાં રહી છે. આજે રમત બંધ રહી ત્યારે લિયોન ૬ અને પેક કમિન્સ ૬૧ રન સાથે રમતમાં હતા. જોકે ભારતીય ટીમની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. નવમી વિકેટની ભાગીદારીમાં કમિન્સ અને લિયોન વચ્ચે ૪૩ રનની ભાગીદારી થઈ ચુકી છે. કમિન્સની આ શ્રેષ્ઠ ટેસ્ટ કેરિયર ઈનિંગ્સ છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ૧૫ વિકેટો પડી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના ૪૪૩ રનના જવાબમાં ૧૫૧ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે બીજા દાવમાં ૫૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આજે આગળ રમતા ભારતીય ટીમ તેના બીજા દાવમાં આઠ વિકેટે ૧૦૬ રન કરીને દાવ ડિકલેર કરી દીધો હતો. આની સાથે જ ભારતીય ટીમને જીતવા માટે ૩૯૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ઋષભ પંત છ અને મયંક અગ્રવાલ ૨૮ રન સાથે રમતમાં હતા. આજે ભારતીય ટીમે સ્કોરને આગળ વધાર્યો હતો અને ૧૦૬ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમની જીત હવે નિશ્ચિત બની રહી છે. મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલે પોતાની કુશળતા દર્શાવી હતી. તે ૭૬ રન કરીને આઉટ થયો હતો. ટેસ્ટ પ્રવેશમાં અડધી સાથે ટે નવો રેકોર્ડ બનાવી ગયો હતો. અત્રે નોંધનીય છે કે પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અન અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણી હવે ૧-૧થી બરોબર થઇ ગઇ હતી.તે પહેલા એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને રોમાંચક જીત મેળવી લીધી હતી.

Related posts

कोई भी पंजा गरीबो का हक नहीं छिन सकता : मोदी

aapnugujarat

Management will take action against Williamson and Dhananjay for their bowling reaction

aapnugujarat

गोवा में बगावत, 10 विधायक आज भाजपा मुख्यालय में करेंगे मुलाकात…!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1