Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકા ઉપર ન્યુઝીલેન્ડની જીત નિશ્ચિત

ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ન્યૂઝીલેન્ડે જીતની સ્થિતિ બનાવી લીધી હતી. શ્રીલંકાને જીતવા માટે હજુ ૪૨૯ રનન જરૂર છે અને તેની ચાર વિકેટ હાથમાં છે. આજે જીતવા માટેના ૬૬૦ રનના લક્ષ્યાંકનો પીછો શરૂ કર્યા બાદ શ્રીલંકાએ શરણાગતિ સ્વીકારી હતી. આવતીકાલે શ્રીલંકા પર ન્યૂઝીલેન્ડ જીતવા માટેની ઔપચારિકતા પૂર્ણ કરશે. ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ગઈકાલે ન્યુઝીલેન્ડે તેની સ્થિતિ મજબૂત કરી હતી ન્યુઝીલેન્ડે આજે તેના બીજા દાવમાં ચાર વિકેટે ૫૮૫ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. લાથમે ૧૭૬ અને નિકલોસે ૧૬૨ રન કર્યા હતા. શુક્રવારે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ તેના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને ૨૪ રન કર્યા હતા. આજે શ્રીલંકાએ તેની ઈનિંગ્સને આગળ વધારી હતી અને નિયમિત ગાળામાં વિકેટો ગુમાવી હતી. શ્રીલંકાએ છ વિકેટ ગુમાવી દીધી છે. પાંચમાં અને અંતિમ દિવસે ન્યૂઝિલેન્ડને આ ટેસ્ટ મેચ જીતવાની તક રહેલી છે. અગાઉ ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૧૭૮ રન ઓલઆઉટના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર ૧૦૪ રન કરીને આઉટ થઇ ગઇ હતી. બોલ્ટે જોરદાર તરખાટ મચાવીને ૩૦ રનમાં છ વિકેટ ઝડપી લીધી હતી. બોલ્ટે ૧૫ ઓવરમાં ૩૦ રન આપીને છ વિકેટ ઝડપી હતી. બોલ્ટે છેલ્લી છ વિકેટ ખુબ જ ઝડપથી લીધી હતી. અલબત્ત તે એક વખતે હેટ્રિક ચુકી ગયો હતો. ટેસ્ટ ઇતિહાસમાં ચોથી વખત આવું બન્યું છે જ્યારે પુછડિયા બેટ્‌સમેનો કોઇપણ ખાતુ ખોલ્યા વગર આઉટ થયા છે. ૮, ૯, ૧૦ અને ૧૧ નંબરના બેટ્‌સમેનો કોઇપણ ખાતુ ખોલ્યા વગર આઉટ થયા હતા. અગાઉ ૧૯૯૪માં પ્રથમ વખત આવું બન્યું હતું. તે વખતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં આ પ્રકારની સિદ્ધિ રહી હતી. બોલ્ટના તરખાટ સામે શ્રીલંકા પાસે કોઇ જવાબ રહ્યા ન હતા અને નિયમિતગાળામાં વિકેટ ગુમાવી હતી.

Related posts

પંતની રમતમાં નિખાર આવશે અને ધમાકેદાર પ્રદર્શન કરશેઃ રિકી

editor

तमिलनाडु को हराकर कर्नाटक ने जीता खिताब

aapnugujarat

पाकिस्तान गेंदबाजों ने हमारे लिए मुश्किल पैदा की : विलियमसन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1