Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારના સિંગલ પેરન્ટ પુરૂષ કર્મચારી માટે ખુશખબર

કેન્દ્ર સરકારના સિંગલ પેરન્ટ પુરૂષ કર્મચારીને પણ હવે બાળકના ઉછેર માટે ૭૩૦ દિવસની ચાઇલ્ડ કેર લીવ (સીસીએલ) મળશે.
અગાઉ કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીને જ આ રજાનો લાભ મળતો હતો. મહિલા કર્મચારીઓને એક વર્ષમાં ૩ હપ્તામાં આ રજા મળવાપાત્ર છે, હવે કુંવારા, વિધુર અથવા તો છૂટાછેડા લેનાર પુરૂષ કર્મચારીને પણ બાળકના ઉછેરની રજાનો લાભ અપાશે. આમ તો કેન્દ્ર સરકારમાં આ પ્રકારના કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી રહેશે, પરંતુ સરકારનું આ પગલું એમ પુરવાર કરવાનો પ્રયયાસ છે કે, ફક્ત મહિલાઓ જ બાળકનો ઉછેર કરતી નથી.જોકે, આ સુધારેલા નિયમની રસપ્રદ વાત એ છે કે સીસીએલ પર જનાર પુરૂષ કર્મચારીને ૩૬૫ દિવસની રજાનો પગાર ઓછો ચૂકવાશે. પહેલા ૩૬૫ દિવસની રજા માટે ૧૦૦ ટકા પગારની ચુકવણી કરાશે, પરંતુ બાકીના ૩૬૫ દિવસની રજા માટે ૮૦ ટકા પગાર જ ચૂકવવામાં આવશે.
મહિલા કર્મચારીઓને સીસીએલ ઉપરાંત ગર્ભાવસ્થામાં ૧૮૦ દિવસની પગાર સાથેની મેટરનિટી લીવનો લાભ મળે છે જ્યારે પુરૂષ પેરન્ટને ૧૫ દિવસની રજા સરકાર તરફથી અપાય છે. ડિસેમ્બરના પ્રારંભે સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર સિંગલ પેરન્ટ મહિલા કર્મચારીને એક વર્ષમાં ૬ હપ્તામાં રજાનાં સ્થાને ૩ હપ્તામાં રજા અપાશે.સરકારે તેના આદેશમાં જણાવ્યું છે કે, સિંગલ પેરન્ટને સમગ્ર નોકરીના સમયમાં ૭૩૦ સીસીએલ અપાશે. આ રજાઓ બે બાળક સુધી જ આપવામાં આવશે.

Related posts

નોઈડામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા, ડ્રાઇવરનું પણ મોત

aapnugujarat

ચૂંટણી રણશિંગુ ફુંકાતા મોદીએ બધાં લોકોનાં આશીર્વાદ માંગ્યાં

aapnugujarat

डिप्लोमैटिक रूट से नकली नोट भेज रहा हैं पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1