Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોરધન ઝડફિયા ગુજરાતનો ફોર્મ્યૂલા ઉત્તરપ્રદેશમાં અજમાવશે

આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે ૧૮ રાજ્યોમાં પોતાના પ્રભારીની નિમ્યા છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે ત્યારે ઝડફિયાએ ગુજરાતમાં અપનાવેલો ફોર્મ્યૂલા ઉત્તરપ્રદેશમાં અજમાવશે. તેમણે કહ્યું કે, આ ફોર્મ્યૂલા ગુજરાતમાં અપનાવવામાં આવ્યો હતો અને સફળ રહ્યો હતો.ગોરધન ઝડફિયાએ પીપીપી મોડલ હેઠળ કામ કરવાનું સુચન કર્યું છે. આ પદ્ધતિ ગુજરાતમાં અપનાવવામાં આવી હતી. આ ફોર્મ્યૂલાથી ગુજરાતમાં પશુઓની સમસ્યાનો ઉકેલ મેળવવામાં સફળતા મળી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં અપનાવેલો આ ફોર્મ્યૂલા ઉત્તર પ્રદેશમાં ધ્યાન આકર્ષણ કરશે. ઉલ્લેખનિય છે કે ઉત્તરપ્રદેશમાં પશુઓની સમસ્યાને લઇને ઘણો હોબાળો રહે છે.જ્યારે સપા-બસપા વિશે તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટી અને બસપા સાથે રાષ્ટ્રવાદથી લડીશું. તેમજ તેમનું સમગ્ર ધ્યાન કાર્યકર્તાઓમાં નવો પ્રાણ ફુંકવા અને રાષ્ટ્રવાદથી લઇને બૂથ લેવલ સુધી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા ભરવા પર રહેશે

Related posts

૨૦૧૯ની તૈયારીઓ શરૂ, શાહે પાર્ટી મોર્ચાના અધિકારીઓ સાથે ઘડ્યો પ્લાન!

aapnugujarat

સામાન્ય વર્ગમાં આરક્ષણ માટે આવકની સીમા અંતિમ નથી : થાવરચંદ ગેહલોત

aapnugujarat

Farmer unions rejected Centre’s proposal calling it “vague”, will continue protests

editor

Leave a Comment

UA-96247877-1