Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા દુનિયાની રખવાળીનો ઠેકો ન લઈ શકે : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ઈરાકમાં તેનાત અમેરિકાના સૈનિકોને અભિનંદન આપવા માટે અચાનક પશ્ચિમ એશિયાઈ દેશ પહોંચી ગયા.
રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની આ પ્રથમ ઈરાક યાત્રા છે. ટ્રમ્પે ઈરાકની પોતાની પહેલી યાત્રા દરમિયાન કહ્યું કે અમેરિકા દુનિયાની રખવાળીનો ઠેકો ન લઈ શકે. તેમણે અન્ય દેશો સાથે પણ જવાબદારીઓ વહેંચવા માટે કહ્યું. ઈરાકમાં તેનાત અમેરિકી સૈનિકોને અચાનક મળવા પહોંચેલા ટ્રમ્પે યુદ્ધગ્રસ્ત સીરિયાથી પોતાના સૈનિકોને પાછા બોલાવવાના નિર્ણયનો બચાવ કર્યો અને કહ્યું કે આમાં કોઈ મોડુ નહી થાય.અમેરિકી સૈનિકોને સંબોધિત કર્યા બાદ ટ્રમ્પે બગદાદના પશ્ચિમમાં સ્થિત એર બેઝ પર પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે અમેરિકા સતત દુનિયાની રખેવાળીનો ઠેકો ન લઈ શકે. આ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ ઈરાક યાત્રા છે.
તેઓ પ્રથમ મહિલા મેલાનિયા સાથે ઈરાકના પ્રવાસ પર પહોંચ્યા. ટ્રમ્પે જણાવ્યું કે જો અમેરિકા પર કોઈ અન્ય આતંકવાદી હુમલો થયો તો તેનો કડક જવાબ આપવામાં આવશે. તેમણે સૈનિકોને જણાવ્યું કે જો કંઈ પણ થયું તો તેના જવાબદાર લોકોને એવા પરિણામો ભોગવવા પડશે કે જે અત્યાર સુધીમાં કોઈએ નહી ભોગવ્યા હોય.તેમણે સીરિયાથી પોતાના સૈનિકોને પાછા બોલાવવા અને બાકી ક્ષેત્રીય દેશો અને ખાસકરીને તુર્કી પર આઈએસ વિરુદ્ધ કામ પૂર્ણ કરવાની જવાબદારી છોડવાના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું કે એ વાત યોગ્ય નથી કે બધો બોજ અમારા પર નાંખી દેવામાં આવે. ટ્રમ્પે ગત સપ્તાહે વિશ્વ અને પોતાના દેશને આશ્ચર્યમાં મુકતા અચાનક જાહેરાત કરી હતી કે અમેરિકા સીરિયાથી પોતાના સૈનિકોને પાછા બોલાવી રહ્યું છે. તેમણે દલીલ આપી કે હવે સીરિયામાં અમેરિકાની જરુરત નથી કારણ કે આઈએસને હરાવી દેવામાં આવ્યું છે.

Related posts

ચીનના વિકાસ દરમાં ૯ વર્ષનો સૌથી મોટો ઘટાડો

aapnugujarat

ડોનાલ્ડ ટ્રમ્પે કરી સ્પષ્ટતા : હું કોઈપણ પૂર્વ રાષ્ટ્રપતિ કરતા વધારે કામ કરું છું

aapnugujarat

યુક્રેનને હથિયાર આપવા પર પુતિનની જર્મની અને ફ્રાન્સને ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1