Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનના વિકાસ દરમાં ૯ વર્ષનો સૌથી મોટો ઘટાડો

ડોનાલ્ડ ટ્રમ્પે શરુ કરેલા ટ્રેડ વોરની અસર ચીનની ઈકોનોમી પર દેખાવા માંડી છે. ચીનનો જીડીપી ગ્રોથ રેટ નવ વર્ષમાં સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયો છે.શુક્રવારે ચીન સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચીનનો જીડીપી ગ્રોથ રેટ ૬,૫ ટકા નોંધાયો છે.
આ પહેલાના બે ક્વાર્ટરમાં ગ્રોથ રેટ અનુક્રમે ૬.૮ ટકા અને ૬.૭ ટકા હતા.ચીનના કહેવા પ્રમાણે ગ્લોબલ ઈકોનોમી પર સર્જાયેલા સંકટના કારણે ગ્રોથ રેટમાં ઘટાડો થયો છે.તેની સાથે સાથે અમેરિકાના ટ્રેડ વોરના પ્રભાવ તેમજ ચીન સરકાર પર લગાતાર વધી રહેલા દેવાને પણ આના માટે જવાબદાર ગણવામાં આવ્યુ છે.
ચીન દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ઈકોનોમી છે.ચીનની સરકારના પ્રવક્તા માઓ શેંગયોન્ગના કહેવા પ્રમાણે ટ્રેડ વોરના કારણે ચીનની સ્થિતિ ખરાબ થઈ રહી છે તો બીજી તરફ ઘરઆંગણે ચીન સરકારને આર્થિક સુધારાઓ લાગુ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ઈન્વેસ્ટમેન્ટ પર પણ સવાલો ઉભા થઈ શકે છે.ચીને જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન બહુ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ શરુ કર્યુ છે.જેમાં વન બેલ્ટ વન રોડ યોજના પણ સામેલ છે.

Related posts

Afghan Taliban releases 3 indian engineers hostage

aapnugujarat

Major bomb explosion in Afghanistan’s Ghazni, 4 died

aapnugujarat

એમેઝોનના માલિક બેજોસે બનાવ્યું અંતરિક્ષયાન, મોકલશે ચંદ્રના મિશન પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1