Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગેહલોત પાસે ગૃહ-નાણા સહિત ૯ ખાતા, પાયલટને પાંચ ખાતા ફાળવાયા

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં ખાતાની ફાળવણીને લઇને ખેંચતાણમાં હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. રાજસ્થાન સરકારના વિભાગોનું વિભાજન થયું છે અને મુખ્યમંત્રી અશોક ગહેલોતે ૯ વિભાગો તેમની પાસે રાખ્યા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને ૫ વિભાગ મળ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપને હરાવી સત્તા પ્રાપ્ત કરી છે. આ પહેલા વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી.મુખ્યમંત્રી અશોક ગહેલોતે નાણા વિભાગ, અધિકારી વિભાગ, આયોજન વિભાગ, નીતિ આયોજન વિભાગ, કર્મચારી વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, રાજસ્થાન રાજ્ય તપાસ બ્યૂરો, સૂચના પ્રૌદ્યોગિક અને ગૃહ તેમજ ન્યાય વિભાગ પોતાની પાસે રાખ્યો છે.તો બીજી ડેપ્યુટી સીએમ સચિન પાયલટના ભાગમાં જાહેર બાંધકામ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી વિભાગ અને આંકડા વિભાગ છે. આ બંને સિવાય ૧૭ મંત્રીઓના વિભાગોના પણ વિભાજન થયા છે, જેની યાદી આ પ્રમાણે છેઃ બીડી કલ્લાને ઊર્જા, પબ્લિક હેલ્થ ઇજનેરી, ગ્રાઉન્ડ વોટર, આર્ટ, કલ્ચર અને પુરાતત્વ વિભાગો આપવામાં આવ્યા છે. જ્યારે શાંતિ ધરીવાલને શહેરી વિકાસ અને આવાસ, કાયદો અને સંસદીય બાબતોના વિભાગો સોંપવામાં આવ્યા છે. પરસાદી લાલને ઉદ્યોગ મંત્રી બનાવાયા છે અને માસ્ટર ભંવર લાલ મેઘવાલને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કૃષિ, પશુપાલન અને માછીમારી વિભાગ લાલ ચંદન કટારિયાને સોંપવામાં આવ્યો છે જ્યારે તબીબી અને આરોગ્ય, માહિતી અને જન સંપર્ક વિભાગ રઘુ શર્માને અને પ્રમોદ ભાયાને ખનીજ મંત્રી બનાવાયા છે.
નોંધનીય છે કે આ પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં ખાતાની ફાળવણી અંગે ખેંચતાણના સમાચારો વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહલોતે બુધવારે સાંજે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ ગહલોત સિવાય પાર્ટીના રાજસ્થાન પ્રભારી અવિનાશ પાંડે અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ગાંધીના ઘરે ૧૨મી બેઠકમાં પહોંચ્યા હતા. આ ત્રણેય નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત પહેલા પાર્ટીના વોરરૂમ ૧૫ ગુરુદ્વારા રકાબગંજ રોડ પર લગભગ અડધો કલાક સુધી બેઠક કરી હતી.વાસ્તવમાં, રાજસ્થાનમાં ૨૫ ડિસેમ્બરે મંત્રીમંડળમાં વિસ્તાર થયો હતો જેમાં ૧૩ કેબિનેટ મંત્રી અને ૧૦ રાજ્ય મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. પરંતુ બુધવારે સાંજે સુધી વિભાગોની વહેંચણી થઇ શકી ન હતી. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત પછી ગત ૧૭ ડિસેમ્બરે ગહલોતે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સચિન પાયલટે પણ સાથે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ચૂંટણી પરિણામ આવ્યા પછી મુખ્યમંત્રીની પસંદગી માટે પણ લાંબી ખેંચતાણ જોવા મળી હતી. મેરેથોન બેઠકો અને ગહન વિચાર-વિમર્શ પછી ગહલોતને મુખ્યમંત્રી અને પાયલટને ઉપ મુખ્યમંત્રી બનાવવાના ફોર્મ્યુલા પર સંમતિ થઇ હતી.

Related posts

પેટાચૂંટણીમાં જીતથી કોંગ્રેસ ઉત્સાહમાં,સિદ્ધુ બોલ્યા- થપ્પડની ગૂંજ દેશભરમાં સંભળાશે

aapnugujarat

ગુલામનબી આઝાદે કોંગ્રેસમાંથી તમામ પદેથી રાજીનામું આપ્યું

aapnugujarat

बलिया में अराजक तत्वों ने तोड़ी आंबेडकर प्रतिमा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1