Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પે કરી સ્પષ્ટતા : હું કોઈપણ પૂર્વ રાષ્ટ્રપતિ કરતા વધારે કામ કરું છું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કામકાજના દિવસોનો ૬૦ ટકા ભાગ એક્ઝિક્યૂટિવ ટાઈમ તરીકે વિતાવવાને લઈને સ્પષ્ટીકરણ આપ્યું છે. આટલો સમય આરામને આપવાની વાતનો બચાવ કરતા ટ્રમ્પે જણાવ્યું કે તેઓ કોઈપણ પૂર્વ રાષ્ટ્રપતિ કરતા વધારે કામ કરે છે. એક્સિયોસ દ્વારા ગત સપ્તાહે પ્રકાશિત સૂચનાઓ અનુસાર ટ્રમ્પના કામકાજના દિવસોમાં ૬૦ ટકા ભાગને એક્ઝિક્યૂટિવ ટાઈમની શ્રેણીમાં મુકવામાં આવ્યો છે.
આનો અર્થ એ છે કે ટ્રમ્પે આ દરમિયાન ફોન કર્યા, સમાચાર પત્રો વાંચ્યા, ટિ્‌વટ કર્યા અને ટીવી જોયું.રાષ્ટ્રપતિએ આના પર સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું કે આ ખાલી સમયને નકારાત્મકની જગ્યાએ સકારાત્મક દ્રષ્ટીએ જોવા જોઈએ.
ટ્રમ્પે જણાવ્યું કે એક્ઝિક્યૂટિવ ટાઈમ શબ્દનો ઉપયોગ જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે કહી દઉં કે હું સામાન્ય રીતે કામ જ કરતો રહું છું આરામ નથી કરતો. હકીકતમાં હું કોઈપણ પૂર્વ રાષ્ટ્રપતિની તુલનામાં વધારે કાર્ય કરું છું.પોતાના કામકાજની પદ્ધતીને લઈને વિરોધીઓના નિશાના પર રહેતા ટ્રમ્પે ફરીથી પોતાની શૈલીનો બચાવ કર્યો. ટ્રમ્પે કહ્યું કે સત્ય એ છે કે જ્યારે મેં રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે આપણો દેશ અવ્યવસ્થિત હતો. કમજોર થઈ રહેલી સેના, ક્યારેય ન સમાપ્ત થનારા યુદ્ધ, ઉત્તર કોરરિયા સાથે સંભવિત યુદ્ધની સ્થિતી, વી.એ, ઉચ્ચ કર અને વિનિમય, સીમા, આવ્રજન અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ અને ઘણું બધું.પોતાની કુશળતા પર જોર આપતા ટ્રમ્પે પોતાને કર્મઠ બતાવ્યા. અમેરિકી પ્રેસિડેન્ટે કહ્યું કે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, હું કલાકો સુધી કામ કરતો હતો.

Related posts

चीन द्वारा तिब्बती समुदाय के दमन से अमेरिका चिंतित : पोम्पिओ

editor

Pakistan’s separatist Baluchistan Liberation Army organization declared as terrorist group: US

aapnugujarat

ट्रंप के खिलाफ कोर्ट पहुंचे 174 भारतीय

editor

Leave a Comment

UA-96247877-1