Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સરકારને ડિવિડન્ડના ૨૮ હજાર કરોડ રૂપિયા આપશે આરબીઆઈ

કેન્દ્ર સરકાર આરબીઆઈ પાસે વર્ષોથી જમા થઈ રહેલા વધારાના નાણાંના એક હિસ્સાની માગ કરી છે. કેન્દ્ર આ હિસ્સાને એક્સેસ રિઝર્વ્સ એટલે કે જરૂરીયાત કરતા વધારાનું ભંડાર કહે છે.
રિઝર્વ બેંક પાસે કેટલી રિઝર્વ હોવી જોઈએ તે અંગે વિચારણા માટે પૂર્વ આરબીઆઈ ગવર્નર વિમલ ઝાલાનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આગામી ૩૧ માર્ચ સુધીમાં આ કમિટીનો રિપોર્ટ આવે તેવી શક્યતા છે. સરકારની દલીલ છે કે, આરબીઆઈ પાસે અન્ય દેશોની સેન્ટ્રલ બેંકોની સરખામણીએ વધુ રિઝર્વ છે.નાણા મંત્રાલયે રિઝર્વ બેંક પાસેથી ૨૭,૩૮૦ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ માગ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું. આરબીઆઈએ વર્ષ ૨૦૧૬-૧૭માં ૧૩,૧૯૦ કરોડ રૂપિયા રિસ્ક અને સરપ્લસ પેટે પોતાની પાસે રાખ્યા હતા. ૨૦૧૭-૧૮માં ૧૪,૧૯૦ કરોડ રૂપિયા આ હેતુ માટે પોતાની પાસે રાખ્યા હતા. બન્ને વર્ષની કુલ રકમ ૨૭,૩૮૦ કરોડ રૂપિયા થાય છે.
મંત્રાલયે આરબીઆઈને અગાઉની આ વધારાની રકમ અને ચાલુ વર્ષ માટે વચગાળાના સરપ્લસની રકમ મળીને કુલ જોગવાઈ કરવા કહ્યું છે.અગાઉ આ મહિને આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું હતું કે સરકારને આશા છે કે આરબીઆઈ સરકારને વચગાળાનું ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવે. આરબીઆઈએ ચાલુ વર્ષે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
જો આરબીઆઈ બોર્ડ સરકારની આ માગણી સ્વીકારશે તો ચાલુ વર્ષે કુલ ૬૮,૦૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી તે સરકારને કરશે.વર્તમાન મૌદ્રિક નીતિની સમીક્ષાની જાહેરાત બાદ આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે કહ્યું કે, સરકાર અને આરબીઆઈ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે. આરબીઆઈનો કોઈ પણ નિર્ણય સિદ્ધાંતો અને એકાઉન્ટિંગના નિયમો પર આધારિત હશે.

Related posts

ડોન રવિ પુજારીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર

aapnugujarat

बिलकिस बानो रेप केस में आईपीएस अफसर भगौरा को सुप्रीम कोर्ट से नहीं मिली राहत

aapnugujarat

દુષ્કાળની સ્થિતિનો તાગ મેળવવા મહારાષ્ટ્ર સરકારે લૉંચ કરી વૅબસાઈટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1