Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુક્રેનને હથિયાર આપવા પર પુતિનની જર્મની અને ફ્રાન્સને ચેતવણી

રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેનમાં સૈન્ય અભિયાન શરુ કર્યું હતું. પશ્ચિમી દેશોએ રશિયાના અધિકારીઓ અને સંસ્થાઓ પર અભૂતપૂર્વ પ્રતિબંધ લગાવતા યુક્રેનને રોકડ અને ઘણા હથિયારો સાથે સમર્થન કરીને રશિયાના સૈન્ય અભિયાનનો જવાબ આપ્યો છે. મોસ્કોએ સતત ચેતવણી આપી છે કે કીવને હથિયારો આપવા ફક્ત સંઘર્ષને વધારશે. ક્રેમલિને કીવ સાથે શાંતિ વાર્તા યથાવત રાખવા માટે મોસ્કોની તત્પરતાની પૃષ્ટી પણ કરી છે. પોતાના એક નિવેદનમાં રશિયાએ કહ્યું કે વાર્તાની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જે કીવના કારણે અટકી ગયું છે. વ્લાદિમીર પુતિને પૃષ્ટી કરી છે કે વાતચીતને ફરી શરુ કરવા માટે તૈયાર છે. રશિયાના નેતાએ ખાદ્ય સંકટ માટે પશ્ચિમી દેશોની ખોટી આર્થિક નીતિને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે પોતાના હિસ્સામાં રશિયા અનાજના નિર્વિરોધ નિર્યાત માટે વિકલ્પ શોધવામાં મદદ કરવા માટે તૈયાર છે. જેમાં બ્લેક સાગર બંદરગાહોથી યુક્રેની અનાજનું નિર્યાત પણ સામેલ છે. આ પહેલા પુતિને ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી સાથે વાતચીતમાં કહ્યું હતું કે રશિયા અનાજના નિર્યાત દ્વારા ખાદ્ય સંકટમાંથી બહાર લાવવા માટે મદદ માટે તૈયાર છે. જાેકે આ માટે જરૂરી છે કે પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા રાજનીતિથી પ્રેરિત પ્રતિબંધોને હટાવી લેવામાં આવે. આ દરમિયાન બ્રિટનના રક્ષા મંત્રાલયે પોતાના દૈનિક ખુફિયા અપડેટમાં કહ્યું કે રશિયાની સેનાએ ડોનેટ્‌સ્ક ક્ષેત્રના મોટાભાગના લાઇમેન શહેર પર કબજાે કરી લીધો છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રાન્સ અને જર્મનીના નેતાઓ સાથે વાતચીત દરમિયાન યુક્રેનને પશ્ચિમી હથિયારોથી લેસ કરવાના ખતરા તરફ ઇશારો કર્યો છે. તેમણે યુરોપીય સહયોગીઓને ચેતવણી આપી કે તેનાથી અસ્થિરતાનું જાેખમ છે. પુતિને પોતાના ફ્રાન્સિસ સમકક્ષ ઇમૈનુએલ મેક્રોન અને જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સાથે એક ટેલિફોનિક વાતચીતમાં આ ટિપ્પણી કરી છે, કારણ કે પશ્ચિમી દેશોએ ફેબ્રુઆરીના અંતમાં મોસ્કોના સૈન્ય હુમલા પછી યુક્રેન માટે પોતાનું સૈન્ય સમર્થન વધારી દીધું છે. આ સાથે પુતિને અનાજની કોઇ મુશ્કેલી વગર નિર્યાતના વિકલ્પોને સુવિધાજનક બનાવવા માટે મોસ્કોની તત્પરતાની પણ જાહેરાત કરી.

Related posts

નોર્થ કોરિયાએ ફરીથી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

aapnugujarat

२० लाख से अधिक मुस्लिमों ने हज यात्रा की शुरुआत की

aapnugujarat

પાકિસ્તાનને સાઉદી ૮ અબજ ડોલરનું પેકેજ આપવા સંમત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1