Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કઠોળના ઉત્પાદનમાં ઘટાડો

મોનસુનની નબળાઇના કારણે ફરી એકવાર કઠોળના ઉત્પાદનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે ભાવ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. કર્ણાટકની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ કઠોળનુ ઉત્પાદન ઘટી ગયુ છે. મોનસુન કમજોર રહેતા હાલત કફોડી બની રહી છે.કર્ણાટકના કલબુર્ગી, યાદગીર, બીદર, બાગલકોટ, વિજયાપુર અને રાયચુરમાં મોટા પાયે કઠોળનુ ઉત્પાદન કરવામાં આવે છે. જો કે ઉત્પાદનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. દાળના ક્ષેત્ર તરીકે આ સમગ્ર વિસ્તારને ગણવામાં આવે છે. જો કે ઉત્તર કર્ણાટકના આ તમામ જિલ્લા આ વખતે દુકાળના સકંજામાં રહ્યા છે. કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કઠોળનુ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરતા વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. અહીં પણ દુકાળની સ્થિતી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉત્પાદન ઘટી ગયુ છે. બજાર સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે આગામી દિવસોમાં દેશમાં કઠોળના ભાવમાં જોરદાર વધારો થઇ શકે છે. આવી સ્થિતમાં મોદી સરકારની તકલીફ વધી શકે છે. કઠોળની કિંમતો એવી જ રીતે વધી શકે છે જે રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં સ્થિતી સર્જાઇ હતી. કઠોળના ભાવમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેને જોતા તમામ કારોબારી પહેલાથી જ સાવધાન થઇ ગયા છે. બીજી બાજુ ખેડુતોના ચહેરા પર ચિંતા વધી ગઇ છે. જો કે તુવેરના ઉત્પાદનમાં વધારો કરવા માટે સરકારે લઘુતમ સમર્થન મુલ્યમાં વધારો કર્યો હતો. સાથે સાથે રાજ્ય સરકારે પણ પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે ખેડુતોને પૂર્ણ લાભ મળી રહ્યો નથી. જ્યારે તુવેરનુ બંપર ઉત્પાદન થયુ ત્યારે ખેડુતોને પોતાના પાકને સમર્થન મુલ્ય કરતા ઓછા ભાવ પર વેચી દેવાન ફરજ પડી હતી. આ વખતે જે રીતે સિચાઇ કરવામાં આવી હતી તે જોતા ઉત્પાદન થયુ નથી. કર્ણાટક અને મહારાષ્ટ્‌ બે એવા રાજ્ય છે જ્યાં તુવેરનુ ઉત્પાદન સૌથી વધારે થાય છે. ખેડુતોની સાથે સાથે સરકાર પણ ચિંતાતુર દેખાઇ રહી છે.કારણ કે ચૂંટણી વર્ષ પણ છે. હોલસેલ બજારમાં તુવેર દાળની કિંમતમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. તુવેર દાળના હોલસેલ ભાવ હાલમાં જશવંતપુર મંડીમાં ૬૦-૭૦ રૂપિયા પ્રતિકિલો છે. આ વખતે તુવેરનો પાક અડધો હોવાના લીધે તુવેર દાળના હોલસેલ ભાવ ૭૫ રૂપિયા સુધી પહોંચી શકે છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ થયેલી છે. સટ્ટા બજારમાં એવી ચર્ચા છે કે, ૨૦૧૯માં તુવેર દાળના ભાવ ૭૬ રૂપિયા સુધી પહોંચી શકે છે. આને ધ્યાનમાં લઇને ભાવ વધવાની સ્થિતિમાં મોદી સરકારની મુશ્કેલી વધુ વધી શકે છે. આંધ્રપ્રદેશમાં પણ ઉત્પાદન ઘટ્યું છે. ખેડૂતોને વળતર આપવાની હિલચાલ ચાલી રહ છે. કર્ણાટક અને હૈદરાબાદ ક્ષેત્રમાં તુવેર દાળનું ઉત્પાદન અડધા પણ ઓછું થયું છે. મોનસુનની સ્થિતિ નબળી હતી. જો પાકને પુરતુ પાણી મળ્યું હોત તો ઉત્પાદન વધી ગયું હોત.

Related posts

સેંસેક્સ ૨૬૮ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

पाक की गतिविधियो पर अब जवाबी कार्यवाही से नहीं हिचकिचाएगी सेना

aapnugujarat

पीएम मोदी ने वाराणसी को दिया दिवाली का तोहफा, 700 करोड़ की योजनाओं का किया शिलान्यास

editor

Leave a Comment

UA-96247877-1