Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારની ખેડૂતોને ક્રિસમસ ભેટ : દર મહિને ચૂકવશે સેલેરીે

નવુ વર્ષ શરૂ થવાને હવે થોડા દિવસ વધ્યા છે. આ નવા વર્ષમાં મોદી સરકાર એકથી વધારે એમ ૬ મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. જેમાં સૌથી મોટી ભેટ યૂનિવર્સલ બેસિક ઇનકમ હોઇ શકે છે. જેના દ્વારા કરોડો લોકોના ખાતામાં એક નક્કી કરેલી રકમ આવશે. તો ઘણા એવા નિર્ણય પણ છે કે જેને લાગુ થયા બાદ તમારા ખિસ્સામાં પૈસા બચશે. આજે અમે તમને એવા જ ૬ નિર્ણયો અંગે જણાવવા જઇ રહ્યાં છે.નવા વર્ષમાં મોદી સરકાર યૂનિવર્સલ બેસિક ઈનકમ સ્કીમની આ મોટી ભેટ આપી શકે છે. ખરેખર, આ સ્કીમની ચર્ચા લાંબા સમયથી હતી, પરંતુ હાલમાં જ અલગ-અલગ મંત્રાલયો પાસે મંતવ્ય માંગવામાં આવ્યા છે. આ સ્કીમ હેઠળ સરકાર દેશના દરેક નાગરિકને શરત વગર એક નક્કી કરેલી રકમ આપે છે. જે હેઠળ ૧૦ કરોડ લોકો સામેલ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬-૧૭ના આર્થિક સર્વેમાં સરકારને આ સ્કીમને અપનાવવાની સલાહ અપાઇ હતી. એવામાં આશા છે કે નવા વર્ષના બજેટમાં આ મોટી યોજનાની જાહેરાત થઇ શકે છે.નાણાંપ્રધાન અરૂણ જેટલીએ હાલમાં જ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સના ૧૮ ટકાના સ્લેબને સમાપ્ત કરવાના સંકેત આપ્યા હતાં. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું આવનારો સમય ૦,૫ અને નવા સ્ટાન્ડર્ડ સ્લેબનો હશે. એટલેકે એવી પ્રોડક્ટની જીએસટીમાં કપાત થઇ શકે છે, જે અત્યારે ૧૮ ટકાના સ્લેબમાં છે. ઉલ્લેખનીય છે કે, ૧૮ ટકાના સ્લેબમાં જીવનજરૂરિયાતના ઘણાં સામાન સામેલ છે. સરળ ભાષામાં સમજીએ તો નવા વર્ષમાં ૧૮ ટકાના સ્લેબમાં આવતા સામાન સસ્તા થઇ જશે.જાન્યુઆરીમાં યોજાનારી જીએસટી કાઉન્સિલ બેઠકમાં એક એવો પણ નિર્ણય લઇ શકાય છે કે જેનાથી ઘર ખરીદવુ પણ સસ્તુ થઇ જશે. ખરેખર, એવા મકાનો પર જીએસટી દર ઘટાડવાની તૈયારી થઇ રહી છે, જે બની રહ્યાં છે અથવા પછી કમ્પ્લીશન (નિર્માણ કાર્ય સંપન્ન થવાનું પ્રમાણ પત્ર)ની રાહ જોઇ રહ્યાં છે. એટલેકે નવા વર્ષમાં ઘર ખરીદવુ પહેલાની સરખામણીએ સસ્તુ થઇ જશે.નવા વર્ષમાં તમે મોબાઇલની જેમ વિજળીનું બિલ પણ રિચાર્જ કરી શકશો. તાજેતરમાં ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે ૧ એપ્રિલ, ૨૦૧૯થી બધા રાજ્યોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર ફરજીયાત કરવાની યોજના પર કામ થઇ રહ્યું છે. મોબાઇલ ફોનની જેમ તેમાં પ્રીપેડ વિજળી રિચાર્જ કાર્ડ આપવામાં આવશે. કહેવાનો અર્થ છે કે હવે ગ્રાહક ૩૦ દિવસો માટે ફરજીયાત ચૂકવણીના બદલે, ફક્ત એટલી ચૂકવણી કરશે જેટલો વિજળીનો ઉપયોગ કરશે.વારંવાર જોવામાં આવ્યું છે કે આઇટીઆર ફોર્મ ભરવામાં લોકોને ઘણી મુશ્કેલી થાય છે. પરંતુ તમારી આ પરેશાની નવા વર્ષમાં દૂર થઇ શકે છે. ખરેખર, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રાએ સંકેત આપ્યા છે કે ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા લોકોને ટૂંક સમયમાં પહેલાથી ભરેલા આઇટીઆર ફોર્મ મળશે. જેનાથી રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ થઇ જશે. એટલેકે તમને પહેલાથી ભરેલુ આઇટીઆર ફોર્મ મળશે અને તમારે તેમાં ફક્ત સુધારા કરવા પડશે.ઘણાં એવા મામલા સામે આવ્યા છે, જેમાં ઑનલાઇન ટ્રાન્ઝેક્શન દરમ્યાન પૈસા ફસાઇ જાય છે અથવા ટાન્ઝેક્શનમાં વાંધો આવે છે. આ મુશ્કેલીઓ દૂર કરવા માટે રિઝર્વ બેંક નવા વર્ષમાં ડિજીટલ ટાન્ઝેક્શન ઓમ્બડ્‌સમેનની શરૂઆત કરી શકે છે. જેના શરૂ થયા બાદ જો તમારા પૈસા ઈન્ટરનેટ બેકિંગ અને મોબાઇલ બેંકિંગ દ્વારા ફસાઇ જાય છે અથવા ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે તો તમે ઓમ્બડ્‌સમેન એટલેકે લોકપાલમાં ફરિયાદ કરી શકશો. આ લોકપાલ તમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરશે.

Related posts

अटलजी के गुजर जाने से ऐसा लगा कि मैं अनाथ हो गया हूं : शत्रुघ्न सिन्हा

aapnugujarat

PM ने लगाई कांग्रेस को लताड़, कहा मुझे जितनी गाली देनी है दो, पर देश के खिलाफ मत बोलना

aapnugujarat

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે : પહેલી ફેબ્રુઆરીએ બજેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1