Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે : પહેલી ફેબ્રુઆરીએ બજેટ

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્ર દેશના તમામ લોકો માટે ખુબ મહત્વપૂર્ણ છે. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના સામાન્ય બજેટ રજૂ કરનાર છે. બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે આજે આ મુજબની જાહેરાત કરી હતી. બજેટ સત્ર રિશેસ સાથે બે તબક્કામાં ચાલનાર છે. સેશનનો પ્રથમ હિસ્સો નવમી ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ પાંચમી માર્ચથી બીજો હિસ્સો શરૂ થશે જે છઠ્ઠી એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. આની સાથે જ બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઇ જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હોદ્દો સંભાળી લીધા બાદ પ્રથમ વખત સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. ૯મી ફેબ્રુઆરીથી સત્રમાં રજા રહેશે. આ સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ બિલ લાવવામાં આવનાર છે જેમાં પછાત વર્ગ માટે પંચ અને ત્રિપલ તલાક બિલનો સમાવેશ થાય છે. શિયાળુ સત્ર ભારે તોફાની રહ્યું હતું. સામાન્યરીતે ટૂંકા ગાળાનું કહ્યું હતું. ૧૫મી ડિસેમ્બરના દિવસે તેની શરૂઆત થઇ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા આની શરૂઆત થઇ હતી. શિયાળુ સત્ર દરમિયાન ૨૨ દિવસના ગાળા દરમિયાન ૧૩ બેઠકો થઇ હતી. લોકસભાની કાર્યવાહી ૯૧.૫૮ ટકા અને રાજ્યસભાની કાર્યવાહી ૫૬.૨૯ ટકા સુધી રહી હતી. આ સેશન ઐતિહાસિક રહ્યું હતું. કારણ કે, ૧૩ બિલ પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં નવ બિલ પસાર કરાયા હતા. બીજી બાજુ આવતીકાલથી શરૂ થઇ રહેલા શિયાળુ સત્રમાં બંને ગૃહો દ્વારા ૧૭ બિલ રજૂ કરાશે. બજેટ સત્ર દરમિયાન સરકાર ત્રિપલ તલાકને લઇને સૌથી વધારે પ્રાથમિકતા આપવાની ઇચ્છા ધરાવે છે. નાણામંત્રી અરુણ જેટલી બીજી વખત ગુરુવારના દિવસે બજેટ રજૂ કરશે. ૨૦૧૭માં પણ પહેલી ફેબ્રુઆરી ગુરુવાર હતો. કેન્દ્રીય બજેટના ઇતિહાસમાં નવી પરંપરા શરૂ કરીને બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવાની શરૂઆત થઇ હતી. સામાન્ય રીતે ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવામાં આવે છે. બજેટ સત્ર બે ભાગમાં વિભાજિત રહેશે. સરકાર દ્વારા સાનુકુળ કામગીરી ચાલે તે માટે તમામ તૈયારીઓ દર્શાવી છે.

Related posts

चीन को उजवाब देने के लिए भारत ने शुरू की आपात हवाई पट्टी का निर्माण

editor

पीएम मोदी ने चौरी चौरा शताब्दी समारोह की शुरुआत की, डाक टिकट भी किया जारी

editor

देश में बाढ़ का कहर जारी, प्रभावितों की संख्या 70 लाख पार, मौत का आंकड़ा 44 हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1