Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઈ ગ્રાહકો માટે ખુશખબર : એટીએમથી થશે અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેના ગ્રાહકોની મહિનામાં ૮ થી ૧૦ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. ફરી ટ્રાન્ઝેક્શનની સીમા પાર કરવા પર બેંક તેના ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન પર એક નિશ્ચિત ચાર્જ વસુલે છે. એસબીઆઈ તેના ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી એટીએમ (અમર્યાદિત મફત એટીએમ) ટ્રાન્ઝેક્શનની સુવિધા પણ આપે છે. પરંતુ આ માટે, ગ્રાહકોએ બેંકની કેટલીક શરતોને પૂર્ણ કરવી આવશ્યક છે.
ચાલો જાણીએ કે કઈ શરત પૂર્ણ કરવી પડશે.જો તમે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન ઈચ્છો છો તો તમારે તમારા એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ ૧ લાખ રૂપિયા રાખવું પડશે. ત્યારે જ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રુપ (એસબીજી)ના એટીએમથી અનલિમિટેડ ફરી ટ્રાન્ઝેક્શન કરી શકશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ એસબીઆઇને એ સૂચના આપી છે કે, તે તેમના ગ્રાહકોને એક મહિનાની નિશ્ચિત સંખ્યામાં મફત એટીએમ વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) પૂરા પાડે.એસબીઆઇ એકાઉન્ટ ધારકોને મેટ્રો શહેરમાં દર મહિને ૮ મફત એટીએમ ટ્રાન્ઝેક્શન મળે છે.
આમાં, ૫ ટ્રાન્ઝેક્શન એસબીઆઇ એટીએમ અને ૩ ટ્રાન્ઝેક્શન અન્ય બેંકોના એટીએમમાંથી કરી શકાય છે. નોન-મેટ્રો શહેરના એકાઉન્ટ ધારક માટે, આ મર્યાદા દર મહિને ૧૦ મફત ટ્રાન્ઝેક્શન છે. જો તમે મર્યાદાને પાર કરો છો, તો તમારે રૂ. ૫ (જીએસટી પ્લસ) થી લઈને ૨૦ રૂપિયા (જીએસટી પ્લસ) ચૂકવવા પડશે.૨૫,૦૦૦ રૂપિયાનું માસિક સરેરાશ એવરેજ બેલેન્સ જાળવી રાખનાર એસબીઆઈ ખાતા ધારકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રુપના કોઈ પણ એટીએમથી પ્રતિ મહિને ૧૦ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે.આ સાથે જ પોતાના બચત ખાતામાં મંથલી એવરેજ બેલેન્સ ૨૫ હજાર રૂપિયા રાખનાર બચત ખાતાધારકોને સ્ટેટ બેંક ગ્રુપના એટીએમથી ૧૦ ટ્રાન્ઝેક્શન અને બીજી બેન્કના એટીએમરહી ૩ ટ્રાન્ઝેક્શનની સુવિધા ફ્રીમાં મળી રહી છે. આ સાથે જ પગારવાળા ખાતાધારકોને એસબીઆઈ તેના ગ્રુપની દરેક બેંકોના એટીએમ પર પણ અનલિમિટેડ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે.

Related posts

શાકભાજી-કઠોળના ભાવ ઘટ્યા છતાં પણ WPI ફુગાવો ૫.૨૮

aapnugujarat

TCNS ક્લોથિંગનો ૧૮ જુલાઈએ આઈપીઓ લોન્ચ થશે

aapnugujarat

ચીન સિલ્ક રોડ પ્રોજેક્ટના નામે અનેક દેશોને દેવાદાર બનાવી રહ્યું છે : આઈએમએફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1