Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તમામ એરપોર્ટ પર સ્થાનિક ભાષામાં જાહેરાત કરાશે

સરકાર દ્વારા દેશના તમામ એરપોર્ટને સુચના આપવામાં આવી છે કે હવે એરપોર્ટ પર કરવામાં આવતી તમામ પ્રકારની જાહેરાત હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ કરવાની રહેશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુની સુચના બાદ આ પગલું લેવાયું છે. એરપોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, તેમના નિયંત્રણ હેઠળ આવતા તમામ એરપોર્ટને જાહેર સુચનાઓની જાહેરાત હિન્દી અને અંગ્રેજી ભાષા ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ કરવાની સુચના આપી દેવામાં આવી છે.
આ સાથે જ દેશમાં ખાનગી સંસ્થાઓ દ્વારા સંચાલિત એરપોર્ટને પણ સ્થાનિક ભાષામાં જાહેરાત કરવાની સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ સ્થાનિક ભાષામાં જાહેરાત કરવા અંગે એરપોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું. તેમણે સુચના આપી હતી કે, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ એરપોર્ટ પર જાહેરાત કરવી જોઈએ. જોકે, આ સુચના સાયલન્ટ એરપોર્ટ(એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવતી નથી) ત્યાં લાગુ પડશે નહીં. સુરેશ પ્રભુને કેટલાક વર્ગ દ્વારા એવું સુચન કરાયું હતું કે, દેશના એરપોર્ટ પર સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરવી જોઈએ, કેમ કે ઘણા પ્રદેશના લોકોને લોકોને હિન્દી અથવા તો અંગ્રેજી ભાષા આવડતી હોતી નથી અને પરિણામે તેઓ અવઢવમાં મુકાતા હોય છે. અત્યારે દેશમાં ૧૦૦થી વધુ એરપોર્ટ કાર્યરત છે.

Related posts

विश्व भारती विश्वविद्यालय के दीक्षांत समारोह में शामिल होंगे राष्ट्रपति कोविंद

aapnugujarat

વિશ્વ હિન્દુ પરિષદ ચાર મહિના રામ મંદિરનો મુદ્દો નહીં ઉઠાવે

aapnugujarat

પ્રસિદ્ધ ભારતીય સંતુર વાદક શિવકુમાર શર્માનું ૮૪ વર્ષની વયે અવસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1