Aapnu Gujarat
ગુજરાત

પ્રધાનમંત્રી મોદીને વિશ્વાસ છે જે ઓમ માથુર કરી શકે તે બીજું કોઇ ન કરી શકે

ભાજપે ૨૦૧૯ની ચૂંટણી માટે કમર કસી છે. ભાજપે ૧૮ રાજ્યોમાં ચૂંટણી પ્રભારીની નિમણુંક કરી છે. જેમાં ગુજરાતની જવાબદારી વધુ એક વખત ઓમ માથુરને સોંપવામાં આવી છે. તો ગુજરાતના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાને યુપીની અને પૂર્વ પ્રભારી ભુપેન્દ્ર યાદવને બિહારની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓમ માથુર ૨૦૧૨ વિધાનસભા, ૨૦૧૪ લોકસભા અને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ મહત્વની ભુમિકા નિભાવી ચુક્યા છે.ભાજપ દ્વારા ૨૦૧૯ ચૂંટણી માટે મહત્વનો નિર્ણય કરી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની જવાબદારી વધુ એક વખત ઓમ માથુરને સોંપવામાં આવી છે. જ્યારે ભાજપ રાજકીય રીતે હાલકડોલકની સ્થિતિમાં હોય અને ભાજપને મજબૂત નેતાની જરૂર હોય ત્યારે ઓમ મથુરે મહત્વનો રોલ ભજવ્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ મુદ્દે સરકાર બેકફૂટ પર છે.
૨૦૧૭ દરમિયાન અપેક્ષા મુજબ પરિણામ આવ્યું નહોતું. જેથી ભાજપને લોકસભા ચૂંટણીમાં તકલીફો ન પડે તેની જવાબદારી માથુરના શીરે રહેશે.અત્યાર સુધી ભાજપે ગુજરાતની જવાબદારી ભુપેન્દ્ર યાદવને સોંપી હતી. પણ તેનાથી અનેક કાર્યકર્તાઓ નારાજ હતા અને તેમની સાથે સીધા સંપર્કમાં નહોતા. તેની સામે ઓમ માથુર કાર્યકર્તાઓમાં પ્રિય છે અને બુથ પ્રમુખના સીધા સંપર્કમાં રહે છે. ગત લોકસભા ચૂંટણી સમયે ભાજપને રાજ્યની તમામ ૨૬ બેઠક અપાવવામાં મહત્વની ભૂમિકા ઓમ માથુરની હતી. જ્યારે ભુપેન્દ્ર યાદવ ૨૦૧૭ ની ચૂંટણી દરમિયાન પ્રભારી હતા પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ ભાજપ ૯૯ ઉપર પહોંચી ગઈ.
આથી અસર લોકસભા ચૂંટણીમાં ના થાય તેના માટે ગુજરાતની કમાન ઓમ માથુરને સોંપવામાં આવી છે. સૂત્રોના મતે ૨૦૧૭ ચૂંટણી સમયે ટિકિટ વહેંચણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ઓમ માથુરને ગુજરાતને દોડાવ્યા હતા અને ઓમ મથુરે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.
એ સમયે ટિકિટ વહેંચણીને લઈને ભુપેન્દ્ર યાદવ પર કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલે જ મોદીએ સીધી રીતે જ ઇનવોલ્વ થઈને ઓમ માથુરને ગુજરાત મોકલ્યા હતા.ગુજરાતના પ્રભારી રહી ચૂકેલા ભુપેન્દ્ર યાદવને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા છે તેની પાછળના બે મહત્વના કારણો છે. ભૂપેન્દ્ર યાદવ અમિત શાહના ખૂબ નજીકના મનાય છે. બિહારમાં એલજેપી અને જેડીયુનો દબદબો વધારે છે પરંતુ ભાજપને નુકસાન ના થાય અને જેડીયુ-એલજેપી પર કાબુ રહે તે માટે અમિત શાહે વિશ્વાસુ ભુપેન્દ્ર યાદવને બિહારની જવાબદારી સોંપી છે.
ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખ પદે રહેલા ગોરધન ઝડફિયાને યુપીની જવાબદારી સોંપાઈ છે. યુપીમાં જો ભાજપ સૌથી વધારે સીટ મેળવે તો કેન્દ્રમાં સરકાર બનાવવામાં સરળતા રહે. એવા રાજ્યમાં ગુજરાતના ગોરધન ઝડફિયાને સોંપવામાં આવી છે. ગોરધન ઝાડફિયા ગોધરાકાંડ દરમિયાન ગુજરાતમાં ગૃહપ્રધાન હતા. બાદમાં નરેન્દ્ર મોદી સાથે વિવાદ થતા તે જાહેરમાં સામે આવી ગયા હતા અને કેશુભાઈ પટેલ સાથે મળી જીપીપી પાર્ટી બનાવી ચૂંટણી પણ લડયા હતા. પરંતુ પછીથી ભાજપ સાથે બધું સમું સુથરુ થતા ભાજપમાં જોડાઈ ગયા હતા અને અત્યારે ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે.

Related posts

ગુજરાત ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યો

aapnugujarat

રિવરફ્રન્ટ પર પહેલી મેથી ભવ્ય કાર્યક્રમનું આયોજન

aapnugujarat

સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા CAA કાયદાના સમર્થનમાં રેલી કાઢવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1