Aapnu Gujarat
રાષ્ટ્રીય

બેરોજગારો આનંદો… ‘વરુણ મિત્ર’ અંતર્ગત ૨૧ દિવસ બાદ મળશે નોકરી

જે લોકો બેરોજગારી અથવા ઓછો પગાર મળવાથી પરેશાન છે તેમના માટે મોદી સરકાર પહેલી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ એક મોટી ભેટ આપવા જઈ રહી છે. હકીકતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મોદી સરકારની નવી યોજના વરુણ મિત્ર શરૂ થવા જઈ રહી છે. જે અંતર્ગત સરકાર તમને ત્રણ અઠવાડિયા સુધી મફતમાં તાલિમ આપશે. આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ એમએનઆરઈ અને એનઆઈએસઈ તરફથી સંચાલિત છે. આને સોલર વોટર પમ્પિંગ “વરુણ મિત્ર” કાર્યક્રમ કહેવામાં આવે છે. આ તાલિમ બાદ તમને સારી નોકરી મળી શકે છે. જ્યારે ઓછો પગાર મેળવતા લોકો વધારે કમાણી કરી શકે છે. તમે આ તાલિમ કેવી રીતે મેળવી શકો તેમજ આનાથી તમને શું ફાયદા મળી શકે તેની વિગતવાર માહિતી તમને આપીએ.
આ કાર્યક્રમનો ઉદેશ્ય રિન્યૂએબલ એનર્જી, સોલર સિસોર્સ એસેસમેન્ટ તેમજ સોલર ફોટોવેલ્ટિફ, સાઇટ ફિઝિબિલિટી, વોટર ટેબલ, સોલર વોટર પમ્પિંગ કમ્પોનેન્ટના અલગ અલગ પ્રકાર, ડીટી કન્વર્ટર, ઇન્વર્ટર, બેટરી, મોટર્સ, પમ્પ મોટર, ઇન્ટોલેશન ઓફ ગ્રિડ એન્ડ સ્ટેન્ડ અલોન, સોલાર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ અંગે લોકોને તાલિમ આપવાનો છે. આ ઉપરાંત સોલર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ માટે સેફ્ટી પ્રેક્ટિસ, ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ, ટેસ્ટિંગ તેમજ કમીશનિંગ અંગે પણ જાણકારી આપવામાં આવશે.
નોંધનીય છે કે આ તાલિમ પહેલી જાન્યુઆરીથી ૧૯મી જાન્યુઆરી વચ્ચે થશે. જેમાં કુલ ૧૨૦ કલાકના તાલિમ વર્ગો ચાલશે. કાર્યક્રમ સાથે જોડાવવા માટે તમારે ૨૮મી ડિસેમ્બર સુધી અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત ક્લાસરૂમ લેક્ચર ઉપરાંત પ્રેક્ટિકલ, ફીલ્ડ વિઝિટ તેમજ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ પણ કરાવવામાં આવશે. આ તાલિમ માટે તમારે કોઈ જ ફી ચુકવવાની નથી. પરંતુ જો તમે હોસ્ટેલમાં રહેવા માંગો છો તો તમારે તેના માટે રૂ. ૬૦૦ આપવા પડશે.

Related posts

ઇચ્છામૃત્યુના અધિકારને શરતો સાથે સુપ્રીમની માન્યતા

aapnugujarat

૧૧ રાજ્યોએ દરેક ઉંમરના લોકો માટે વેક્સિનેશન ફ્રી કર્યું

editor

દેશમાં ૫૩૯ ચાઈલ્ડ કેર સંસ્થાને તાળા વાગ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1