Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમેરિકામાં રહેતા ભારતીયોની ૨૦૧૯માં ફરી મોદીને વડાપ્રધાન બનાવવા અપીલ

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પડઘમ ભારતથી દૂર સાત સમુદ્રની પેલે પાર પણ વર્તાવવા લગ્યા છે. અમેરિકામાં બેઠેલા કેટલાક ભારતીયો ૨૦૧૯માં ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મત આપવાની ભારતીયોને અપીલ કરી રહ્યાં છે.
હૈદરાબાદના ૪૭ વર્ષીય મધુ બેલ્લમ તેમા મહત્વનો ભજવી રહ્યાં છે. તેઓ એક કાગળ પર રહેલી ૧૫,૦૦થી વધારે ભારતીયોની માહિતી જોઈ તેમાંથી ગમે તે એક નંબર જોડીને મોદીને મત આપવાનીએ અપીલ કરે છે. બેલ્લમ લગભગ ૨ દાયકા પહેલા હૈદરાબાદથી અમેરિકા આવ્યા હતા. તેમને ૨૦૧૧માં અમેરિકાનું નાગરિત્વ મળ્યું હતું. અહીં તેઓ પોતાની ટેક કંસલ્ટંસી ચલાવે છે. તેમની વિશ્વાસ છે કે, ભાજપ જ ભારતની વિકાસના માર્ગે આગળ લઈ જઈ શકે છે. માટે જ બેલ્લમ નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બને તે માટે અભિયાન ચલાવી રહ્યાં છે.
બેલ્લમ ‘યૂએસ ચેપ્ટર ઓફ ધ ઓવરસીઝ ફ્રેંડ્‌સ ઓફ ધ બીજેપી’ સાથે જોડાયેલા છે, જેના લગભગ ૪,૦૦૦ સભ્યો છે. આ જુથના અધ્યક્ષ કૃષ્ણા રેડ્ડીનું અનુંમાન છે કે, આ જુથ સાથે લગભગ ૩ લાખ સમર્થકોનું વિશાળ નેટવર્ક છે.

Related posts

38% deficit in current southwest monsoon : IMD

aapnugujarat

मसूद अजहर की मौत पर सस्पेंस खत्म, धमाके में एक भी खरोंच नहीं

aapnugujarat

प्रधानमंत्री नरेंद्र मोदी दो दिवसीय भूटान यात्रा पर रवाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1