Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર આંદામાન-નિકોબાર પરનાં ત્રણ ટાપુઓનાં નામ બદલશે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આંદામાન અને નિકોબાર આયલેન્ડ પર આવેલા ત્રણ ટાપુઓનાં નામ બદલી નાંખશે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, જે ટાપુઓનાં નામ બદલાશે તેમાં રોઝ આયલેન્ડને નેતાજી સુભાષચંન્દ્ર બોઝ ટાપુ, નેલ આયલેન્ડને શહીદ દ્વીપ અને હવલોક આયલેન્ડને સ્વરાજ દ્વિપ નામ અપાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરનાં રોજ પોર્ટ બ્લેરની મુલાકાત લેવાનાં છે. ૭૫ વર્ષ પહેલા નેતાજી સુભાષચંન્દ્ર બોઝે આ ટાપુની મુલાકાત લીધી હતી. મોદીની આ ટાપુની મુલાકાત દરમિયાન ત્રણ ટાપુઓનાં નામ બદલવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ પહેલા, નવેમ્બરમાં, નેતાજી સુભાષચંન્દ્ર બોઝનાં સબંધી અને પશ્ચિમ બંગાળ ભાજપનાં વાઇસ-પ્રેસિડેન્ટ ચંન્દ્રા કુમાર બોઝએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અને માંગણી કરી હતી કે આંદામાન અને નિકોબાર આયલેન્ડનું નામ બદલીને શહીદ અને સ્વરાજ આયલેન્ડ રાખવામાં આવે અને એ રીતે નેતાજીને અંજલી આપવામાં આવે.
તેમણે આ પત્રમાં એમ પણ લખ્યુ હતું કે, નેતાજી સુભાષચંન્દ્ર બોઝે ડિસેમ્બર ૩૦, ૧૯૪૩માં પોર્ટ બ્લેર ખાતે તિરંગો લહેરાવ્યો હતો અને આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી હતી. આ પછી નેતાજીએ આંદામાન અને નિકોબાર આયલેન્ડને શહીદ એન્ડ સ્વરાજ આયલેન્ડ નામ આપ્યુ હતું. ૨૯ ડિસેમ્બર (૧૦૪૩)નાં રોજ નેતાજી સુભાષચંન્દ્ર બોઝ તેમના સાથી આનંદ મોહન સહાય, કેપ્ટન રાવત અને કોલોનલ ડી.સી રાજુ પોર્ટ બ્લેર એરોડ્રામ પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને તેમનું સ્વાગત કર્યુ હતું. નેતાજીએ ઇન્ડિયન નેશનલ આર્મી જનરલ એ.ડી લોગાનાથની આ આયલેન્ડનાં ગવર્નર તરીકે નિમણૂંક કરી હતી

Related posts

સ્ટિફન હોકિંગનું નિધન : વિજ્ઞાન જગતમાં આઘાતનું મોજુ

aapnugujarat

આસામમાં હિમંત બિસ્વાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું

editor

बजट में खेती के लिए हो सकते हैं कई बड़े ऐलान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1