Aapnu Gujarat
Uncategorized

ભારતભરમાં અનુ જાતિ પર વધતા જતા અત્યાચાર ઉપર અંકુશ લગાડવા બાબત સ્વયમ સૈનિક દળ દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્વયમ સૈનિક દળ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તારીખ 18 /12/ 2018 ને મંગળવાર ના રોજ માત્ર 15 વર્ષીય અનુ જાતિ સમાજ ની દીકરી પર જાહેરમાં સળગાવી નાખવામાં આવેલ હતી સરંભડા માં અનુ.જાતિ નવયુવાનનું સરા જાહેર અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો આવા અસંખ્ય બનાવો ભારતમાં દર કલાકે બને છે આ ઘટનાઓ અત્યંત ગંભીર છે દેશની અખંડિતતા ઉપર પ્રશ્નાર્થ ચિન્હ મૂકનારી છે આટલી આટલી ગંભીર ઘટના બનવા છતાં શાસન પ્રશાસન દ્વારા કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવતી નથી કોઈ રાજકીય પાર્ટી કે નેતા એક પણ નિવેદન આપતું નથી તો શું આવી ઘટનાઓ ક્યાં સુધી સહન કરવાની શું એસી.એસ.ટી લોકો માત્ર ગુલામી કરવા અને અત્યાચાર સહન કરવા જ જન્મ લીધો છે શું દેશમાં એની કોઈ હિસ્સેદારી નથી આ શાસન પ્રશાસનની એના પ્રત્યે કોઈ ફરજ નથી આથી શરમ જનક ઘટનાઓને લઈ એસી એસ.ટી માં આક્રોશ વધતો જાય છે અને વારંવાર બાબાસાહેબ નું અપમાન બંધારણનું અપમાન એસી.એસ.ટી સમાજની મહિલાઓનું અપમાનની સાથે જો શાસન પ્રશાસન કોઈ ઠોસ કદમ નહી ઉઠાવે અને આમ જ શાસન પ્રશાસન છુપી રીતે આવા ગુન્હેગારોને છાવરશે તો હવે એ દિવસ દૂર નથી એસી.એસ.ટી સમાજ જો આક્રોશ હદ વટાવી ચૂકશે તો આવનાર દિવસોમાં ઉગ્ર થી અતિ ઉગ્ર વિરોધ થાશે જેમની સમગ્ર જવાબદારી સરકારશ્રી ની રહેશે તેમ આ આવેદનપત્રમાં જણાવામાં આવેલ હતું.

Related posts

મોરબીમાં શહીદોના પરિવાર માટે મદદ, માત્ર એક કલાકમાં ભેગા કર્યા ૩૦ લાખ રૂપિયા

aapnugujarat

મંત્રી બન્યા બાદ પ્રથમ વખત વાસણ આહિર સોમનાથ મહાદેવના દર્શને

aapnugujarat

વલ્લભીપુર તાલુકાનાં ચાડા ગામની કેનાલમાં દેવીપૂજક સમાજનાં ૧૦ લોકો ડૂબ્યા : પાંચના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1