Aapnu Gujarat
Uncategorized

વલ્લભીપુર તાલુકાનાં ચાડા ગામની કેનાલમાં દેવીપૂજક સમાજનાં ૧૦ લોકો ડૂબ્યા : પાંચના મોત

વલ્લભીપુર તાલુકાના જુના રતનપર ગામમાં નદીમાં ન્હાવા પડેલા ૧૦ વ્યક્તિ ડૂબી ગયા હતા. જેમાંથી એક જ પરિવારના ૫ લોકોનાં મોત થયા છે. જ્યારે ૫ લોકોને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે. રતનપર ગામનાં દેવીપૂજક સમાજના ખેત મજૂરો બપોરે ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં નાહવા પડ્યા હતા. જેમાંથી તમામ ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી ૫ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ૩ પુરૂષ અને ૨ મહિલાનો સમાવેશ થાય છે. હાલ પાંચેયના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાની જાણ ૧૦૮ની ટીમને થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી જે દરમિયાન ૧૦૮ની ટીમે ૫ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાવનાબેન સોલંકીના શ્વાસ ચાલુ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ તો તમામનાં પીએમની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

જેતપુરમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ

editor

CM e-dedicates and e-launches Rs.41.36-cr Bhavnagar Range IGP office, police lines

editor

અમદાવાદમાં ૫૦ સેન્ટરમા રસીકરણની વેગવંતી કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1