Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુંભ મેળાની તૈયારી અંતિમ દોરમાં : શ્રદ્ધાળુમાં ઉત્સાહ

ઉત્તરપ્રદેશમાં સંગમ નગરી પ્રયાગરાજમાં આગામી મહિનાથી શરૂ થઇ રહેલા કુંભ મેળાને લઇને તમામ તૈયારી હવે અંતિમ દોરમાં પહોંચી ચુકી છે. આ વખતે યોજનારા કુંભ મેળાને કેટલીક રીતે અલગ ગણવામાં આવે છે. પ્રથમ વખત આ વખતે અનેક નવી આધુનિક સુવિધા અહીં આવનાર લોકો માટે કરવામાં આવી છે. પ્રથમ વખત ગંગા નદીમાં નૌકામાં બેંક અને ડાક ઘરની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા માટે ઇન્ટીગ્રેટેડ કન્ટ્રોલ કમાન્ડ કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવનાર છે. આની ભવ્યતાના સંકેત આનાથી જ મળી જાય છે કે કેન્દ્ર સરકારે આ વખતે ૧૯૨ દેશોના પ્રતિનિધીઓને આમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે. કુંભ મેળાની શરૂઆત ૧૪મી જાન્યુઆરીના દિવસથી થનાર છે. મકર સંક્રાન્તિથી આની શરૂઆત કરી દેવામા ંઆવનાર છે. કુંભ મેળામાં આશરે ૧૫ કરોડ લોકો પહોંચે તેવી શક્યતા છે. કેટલીક જગ્યાએ તો મેરા ડાક ટિકિટની મશીનો મુકવામાં આવી છે. એવુ પ્રથમ વખત બની રહ્યુ છે જ્યારે કુંભમાં મોબાઇલ ચાર્જિગ પોઇન્ટ અને વાયફાયની સુવિધા આપવામાં આવી રહી છે. ફોનના બેટરી ચાર્જ થઇ જવાની સ્થિતીમાં માહિતી આપવામાં આવશે. મોબાઇલ ડિસ્ચાર્જ થઇ જવાની સ્થિતીમાં મોબાઇલ ફોન ચાર્જિંગ કરી શકાશે. ખાસ પોઇન્ટ સ્થાપિત કરવામા ંઆવ્યા છે. કમાન્ડ કન્ટ્રોલ ખાતેથી તમામ સ્થળો પર બાજ નજર રાખી શકાશે. શાહી સ્નાન માટેની તારીખની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પ્રથમ શાહી સ્નાન ૧૫મી જાન્યુઆરીના દિવસે યોજાશે. પ્રસુન જોશી દ્વારા લખવામાં આવેલા મેળાના થીમ ગીતને ગાયક શંકર મહાદેવન દ્વારા સંગીત આપવામાં આવ્યુ છે. આમંત્રણ આપવામાં આવેલા તમામ લોકો માટે ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મેળાના ક્ષેત્રમાં ૧૨૭ સ્થળો પર અને શહેરમાં ૬૫૦ સીસીટીવી ગોઠવી દેવામાં આવ્યા છે. ભવ્ય કુંભ મેળાના આયોજનને લઇને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા પોતે તૈયારી પર નજર રાખવામાં આવી રહી છે. કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર પહેલાથી જ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના ત્રણ સેન્ટરો રહેલા છે. શાહી સ્નાનના સ્થળ પર તમામ સુવિધા શ્રદ્ધાળુઓ અને સાધુ સન્તો માટે ગોઠવી દેવામાં આવી છે. નિષ્ણાંતો દ્વારા સુવિધાની ખાતરી કરવામાં આવી ચુકી છે. તૈયારી અંતિમ દોરમાં પહોંચી ચુકી છે.

Related posts

શ્રીલંકાએ ભારત પાસેથી માંગી ૫૦ કરોડ ડોલરની લોન

editor

ગોરખપુરમાં બાળકોના મોતને વૈશ્વિક મીડિયાએ પણ ટોચનું સ્થાન આપ્યું

aapnugujarat

Maratha reservation valid, but should be reduced to 12-13% : Bombay HC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1