Aapnu Gujarat
રાષ્ટ્રીય

અરૂંધતી પર ટ્‌વીટ કરીને ફસાયા પરેશ રાવલ

બોલિવૂડ અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલ વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરેશ રાવલે મંગળવારે અરૂંધતી રોય સામે વિવાદાસ્પદ ટ્‌વીટ કર્યું હોવાથી આ ફરિયાદ કરવામાં આવી હતી. વકીલ ગૌરવ ગુલાટીએ કરેલી ફરિયાદને પગલે આયોગ પરેશ રાવલ સામે નોટિસ ઈશ્યૂ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે પરેશ રાવલે કાશ્મીરમાં આર્મીના મેજર દ્વારા એક સ્થાનિક યુવકને જીપના બોનેટ પર બાંધ્યો હોવાની ઘટના ઘટી હતી. આ ઘટના અંગે અરૂંધતીની પ્રતિક્રિયાના જવાબમાં પરેશ રાવલે એક ટ્‌વીટ કર્યું હતું. રાવલે લખ્યું હતું કે,પથ્થરબાજને જીપ સાથે બાંધવા કરતા અરૂંધતી રોયને બાંધો.પરેશ રાવલની ટ્‌વીટના જવાબમાં અરૂંધતીએ કહ્યું હતું કે, તેને આવી ટિપ્પણીઓથી કોઈ ફરક પડતો નથી અને જો આવા નફરત કરતા લોકો તેને પસંદ કરવા લાગશે તો તે તેનું અપમાન ગણાશે.પરેશ રાવલના ટ્‌વીટને લઈને ઘણો વિવાદ થયો હતો. અરૂંધતીના સમર્થકોએ પરેશ રાવલની ટિકા કરી હતી જ્યારે ગાયક અભિજીત ભટ્ટાચાર્ય સહિત કેટલાક લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા. પરેશ રાવલના ટ્‌વીટને રીટ્‌વીટ કરીને અભિજીતે તો હદ વટાવી દીધી હતી અને લખી નાંખ્યું કે, અરૂંધતીને ગોળી મારી દેવી જોઈએ.આ ટ્‌વીટને રિપોર્ટ કરવા બદલ અભિજીતનું ટિ્‌વટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પરંતુ વિવાદ આટલેથી અટકતો નથી. અભિજીતનું ટિ્‌વટર એકાઉન્ટ રદ્દ કરવાના વિરોધમાં ગાયક સોનુ નિગમે બુધવારે પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું હતું.

Related posts

સામાન્ય રીતે મુ્‌સ્લિમો રામમંદિરના વિરોધી નથી, સૌની સાથે વાત કરીશ : શ્રી શ્રી

aapnugujarat

Chidambaram’s judicial custody till Nov 27 in INX media case

aapnugujarat

ડેરા દ્વારા આત્મઘાતી ટુકડી પણ તૈયાર કરાઇ રહી હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1