Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં જો ૪૩૩૭ વોટ મળી જતા તો ભાજપની લાજ બચી હોત

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપ કાંટાની ટક્કર આપીને ૭ બેઠકોથી હારી ગઇ અને ૧૦૯ બેઠકો પર સ્થિર થઇ. આ જ રીતે શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મુખ્યપ્રધાન બનતા રહી ગયા, પરંતુ રસપ્રદ વાત એ છે કે જો ભાજપને ૪૩૩૭ વોટ મળી જતા તો આ ૭ બેઠકો પણ ભાજપના ખાતામાં જોડાઇ જતી અને બહુમતી (૧૧૬)નો આંકડો પાર થઇ જતો.ચૂંટણી પંચના આંકડા પર નજર કરીએ તો ભાજપ ફક્ત ૪૩૩૭ મતથી પાછળ રહી ગઇ છે. જે ૭ બેઠકો પર ભાજપનું નુકસાન થયુ, ત્યાં હારનું અંતર ૧૦૦૦ મતથી પણ ઓછુ છે.
મધ્ય પ્રદેશ ચૂંટણીમાં બહુમતી માટે ૧૧૬ બેઠકોની જરૂર હતી, જ્યારે ભાજપે જીતી ૧૦૯. ચૂંટણી આયોગ મુજબ, મધ્ય પ્રદેશમાં ૧૦ બેઠકો એવી હતી, જ્યાં જીતનું અંતર હજારથી પણ ઓછુ હતું. જેમાં કોંગ્રેસના હાથમાં ૭ બેઠકો આવી, જ્યારે ભાજપને ૩ બેઠકો મળી.કુલ મળીને જો ભાજપને ૪૩૩૭ વોટ વધારે મળ્યા હોત તો ભાજપ આ ૭ બેઠકો પર જીતવામાં સફળ રહ્યો હોત. આ ૭ બેઠકોમાંથી સૌથી ઓછુ અંતર ગ્વાલિયર દક્ષિણ સીટ પર રહ્યું. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પાઠકે ભાજપના નારાયણસ સિંહ કુશવાહાને ફક્ત ૧૨૧ મતથી હરાવ્યાં. તો માલવા ક્ષેત્રના મંદસૌર જિલ્લાના સુવાસરા બેઠક પર કોંગ્રેસના દંગ હરદીપ સિંહે ભાજપના રાધેશ્યામ નાનાલાલ પાટીદારને ૩૫૦ મતથી હરાવ્યાં.
બ્યાવરામાં કોંગ્રેસના ગોરવર્ધન દંગીએ ભાજપના નારાયણ સિંહે પંવરને ૮૨૬ મતથી હરાવ્યા. દમોહમં કોંગ્રેસના રાહુલ સિંહે ભાજપના જયંત મલૈયાએ ૭૯૮ મતથી બાજી મારી. જબલપુર ઉત્તરમાં કોંગ્રેસના વિનય સક્સેનાએ ભાજપના શરદ જૈનને ૫૭૮ મતથી હરાવ્યાં. રાજનગરમાં કોંગ્રેસના વિક્રમ સિંહે ભાજપના અરવિંદ પટેરિયાને ૭૩૨ મતથી હરાવ્યાં. રાજપુરમાં કોંગ્રેસના બાલા બચ્ચને ભાજપના દેવી સિંહ પટેલની સામે ૯૩૨ મતોથી જીત નોંધાવી. કુલ ૪૩૩૭ મતથી મોટી રાજરમત રમાઇ.એટલું જ નહીં, શેરના મામલામાં પણ ભાજપ આગળ રહ્યું. ભાજપને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ૪૧.૦ ટકા મત મળ્યાં. જ્યારે કોંગ્રેસને ૪૦.૯ ટકા મત મળ્યા. મધ્ય પ્રદેશમાં ભાજપને ૧ કરોડ ૫૬ લાખ ૪૨ હજાર ૯૮૦ વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને ૧ કરોડ ૫૫ લાખ ૯૫ હજાર ૧૫૩ વોટ. આ જ રીતે વધુ મત મળ્યા બાદ પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકી નથી.

Related posts

દુર્ગા પ્રતિમા વિસર્જન : મમતા સરકારના આદેશને રદ કરાયો

aapnugujarat

સંસદનું શિયાળુ સત્રઃ લોકસભામાં ૪૭ ટકા, રાજ્યસભામાં ૨૭ ટકા કામકાજ

aapnugujarat

નરેન્દ્ર મોદી સમય કરતા પહેલા ચૂંટણી માટેની જાહેરાત કરી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1