Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બજારમાં રિકવરીનો દોર : ૬૨૯ પોઇન્ટનો સુધાર

શેરબજારમાં આજે રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૬૨૯ પોઇન્ટ સુધરીને ૩૫૭૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીએ ૧૦૭૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી. નિફ્ટી આજે ૧૮૧ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ વચ્ચે આજે રિકવરીનો માહોલ રહ્યો હતો. આજે શેરબજારમાં હિરોમોટોના શેરમાં તીવ્ર તેજી રહી હતી. એશિયન પેઇન્ટ્‌સમાં સૌથી વધારે નિરાશા જોવા મળી હતી. શક્તિકાંત દાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ૨૫માં ગવર્નર તરીકે નિમાયા બાદ મૂડીરોકાણકારોન આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ઉર્જિત પટેલના એકાએક રાજીનામા બાદ મૂડીરોકાણકારો અટકળો લગાવી રહ્યા હતા. આરબીઆઈના નવા ગવર્નર વર્તમાન પ્રોમ્ટ કરેક્ટિવ એક્શન (પીસીઓ)ના ધારાધોરણને હળવા કરવાના મુદ્દાને સરળરીતે ઉઠાવશે. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩૭૧ પોઇન્ટનો સુધારો થયો હતો જેથી તેની સપાટી ૧૫૦૪૧ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૪૫ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૪૦૪ રહ હતી. ઇન્ડેક્સ ઇન્ડિયા વીઆઈએક્સમાં અફડાતફડી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં આજે વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. સરકારી બેંકો માટે પીસીએના ધારાધોરણ હળવા કરવાની આશા વચ્ચે સુધારો રહ્યો હતો. સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર તરીકે શશીકાંત દાસની નિમણૂંક કરવામાં આવી ચુકી છે. ગઇકાલે બજારના કારોબાર બાદ આ નિમણૂંક કરવામાં આવી હતી. કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવર્સીસ બેંક, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંકના શેરમાં નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૩-૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એશિયન શેરબજારમાં તેજી રહી હતી. કારણ કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે ટ્રેડ ડિલને લઇને આશાવાદી દેખાઈ રહ્યા છે. જાપાનના નિક્કીમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે મંગળવારના દિવસે ભારે અફડાતફડીના માહોલ વચ્ચે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ રિકવર થઇને ૩૫૧૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ચૂંટણી નિષ્ણાતો માની રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સીધી અસર આગામી દિવસોમાં પણ શેરબજારમાં જોવા મળી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા દેખાઈ રહી છે. યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જોવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે. વૈશ્વિક મોરચા ઉપર મૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યા છે. ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલ ઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે. ક્રૂડની કિંમત હજુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહ્યા બાદ અંતે ઘટાડો રહ્યો હતો. આરબીઆઈએ પણ ગયા સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટમાં અફરા તફરી માટે અન્ય કારણો પણ જવાબદાર રહ્યા છે. શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થઇ ત્યારે જોરદાર તેજી સાથે શરૂઆત થઇ હતી. શરૂઆતથી જ એમ માનવામાં આવી રહ્યું હતું કે, રિકવરીનો દોર દિવસ દરમિયાન ચાલુ રહેશે.
પીસીએ ધારાધોરણ હળવા કરવા આરબીઆઈના નવા ગવર્નર પગલા લેવા જઇ રહ્યા છે. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં મહત્વપૂર્ણ આંકડા જારી કરવામાં આવ્યા બાદ વધુ સુધારો આવતીકાલે જોવા મળે તેવી શક્યતા છે. આજે કારોબાર દરમિયાન કોર્પોરેશન બેંક સહિતના બેંકિંગ શેરોમાં ઉલ્લેખનીય ઉછાળો રહ્યો હતો. વૈશ્વિક પરિબળો પણ પ્રોત્સાહનજનક રહ્યા હતા. લેવાલી ઘણા શેરમાં રહી હતી.

Related posts

જમ્મુ કાશ્મીરમાં ભીષણ અથડામણમાં ૧૨થી વધુ ત્રાસવાદીઓ ઠાર : હથિયારો જપ્ત

aapnugujarat

વડાપ્રધાન મોદીએ ૫ વર્ષમાં વાયુસેનામાં રાફેલ શા માટે સામેલ ના કર્યા : માયાવતી

aapnugujarat

વેપારીઓને બખ્ખાઃ હવે દુકાનો ૨૪ કલાક ખૂલ્લી રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1