Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સત્તાની સેમિફાઈનલમાં ભાજપ ખોવાયું : મમતા બેનર્જી

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રહાર કરતા કહ્યું છે કે સત્તાની સેમિફાઈનલ એવા આ જંગમાં ભાજપ ક્યાંય નજર પડતું નથી અને ૨૦૧૯ની ફાઈનલ મેચ પહેલા ભાજપને જોરદાર પછડાટ લાગી છે. જો કે આ મેચમાં હંમેશાની જેમ પ્રજા જ મેન ઓફ ધી મેચ સાબિત થઈ છે તેમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું. લોકોએ ભાજપની વિરુદ્ધ મતદાન કર્યું છે. આ જનાદેશની જીત છે અને દેશના લોકોની જીત છે. લોકશાહીની જીત થઈ છે તેમજ આ પરિણામ સંસ્થાઓના વિનાશ, અન્યાય તેમજ એજન્સીઓના દુરૂપયોગ, ખેડૂત તેમજ લોક વિરોધી, દલિત વિરોધી સરકાર સામે જીત સમાન છે.ઉલ્લેખનીય છે કે ટીએમસીના વડા મમતા બેનર્જી હાલ દિલ્હીમાં છે અને તેઓ વિપક્ષ દળો સાથે બેઠક કરી રહયા છે. મમતાએ સંખ્યાબંધ ટ્‌વીટ કરીને ભાજપ પર હુમલો કર્યો હતો અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં શું પરિણામ આવશે તે જાણી શકાય છે તેમ જણાવ્યું હતું.
મમતાના મતે ભાજપ સેમિફાઈનલમાં ક્યાંય દેખાતી નથી. આ એક વાસ્તવિક લોકશાહી નિર્ણય છે અને લોકશાહીની મેચમાં પ્રજા મેન ઓફ ધ મેચ છે. હું જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવું છું.

Related posts

India’s GDP drops to 5.8% for January-March (Q4)

aapnugujarat

‘लालू का ऑडियो’ जारी कर सुशील मोदी ने विधायकों को खरीदने का लगाया आरोप

editor

શહેરી ગરીબો માટે લાખો મકાનનાં નિર્માણને મંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1