Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૯ની ચૂંટણી માટે ભાજપને લાલબત્તી

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ તેમાં ભાજપને અપેક્ષા કરતાં ઘણી ઓછી સીટો આવી અને જ્યાં સરકાર બનવાની નિશ્ચિતતા હતી ત્યાં તેઓને હાથમાંથી સત્તા ચાલી ગઈ. ભાજપ માટે આ એક મોટો આંચકો છે અને આગામી લોકસભા માટે નવેસરથી ચિંતન કરવાનો સમય આવી ગયો છે. ભાજપને આ રીતે રાજ્યો હાથમાંથી સરી જશે તેવો સ્વપ્નેય ખ્યાલ નહોતો. રાષ્ટ્રીય લીડરોએ પાંચેય રાજ્યોમાં જાહેરસભા લીધી, રેલીઓ કાઢી, તેમને ખ્યાલ નહોતો આ રીતની હાર થશે પરંતુ આજે આવેલાં ચૂંટણીનાં પરિણામોએ ભાજપ નેતાગણની આંખો ખોલી દીધી છે. નવેસરથી ચિંતન કરવા માટે આ પરિણામોએ મજબુર બનાવ્યાં છે. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ટીવી ચેનલો પર અનેક લોકોનાં મંતવ્યો અને રાષ્ટ્રીય નેતાઓનાં વિશ્લેષ્ણો સાંભળવા મળ્યાં, તેમાં ખાસ કરીને ભાજપની નોટબંધી અને જીએસટીને હારનું મુખ્ય કારણ લોકોએ ગણાવ્યું તો કેટલાંક લોકોએ સર્જીકલ સ્ટ્રાઈકનું અવાર-નવાર ભાજપનાં નેતાઓ દ્વારા જે છેલ્લાં કેટલાંક સમયથી રટણ કરવામાં આવતું હતું તેનો પણ વિરોધ જતાવ્યો તથા ગત લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીએ ૨૦૧૪માં જે વચનો આપ્યાં હતાં તેમાં મુખ્યત્વે કાળુ નાણું પરત લાવવું અને દરેકનાં ખાતામાં કાળુ નાણું આવવાથી ૧૫ લાખ રૂપિયા જમા થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું તે પૂરું ન થતાં વિરોધપક્ષનાં હાથમાં આ એક મોટું કારણ આવી ગયું અને ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો આશા લગાવીને બેઠાં હતાં કે અમારાં ખાતામાં ૧૫ લાખ નહીં તો ૧૦ લાખ તો આવશે એવી એમની આશા ઠગારી નીવડી, તો બીજીબાજુ ખેડૂતો પોતાનાં દેવા માફી માટે અનેક જગ્યાએ લડત આપી રહ્યાં હતાં પરંતુ એ દેવા માફી માટે પણ સરકાર દ્વારા કોઈ સમયસર નિર્ણય લેવામાં આવ્યો નહીં. બીજીબાજુ ૨ કરોડથી વધુ લોકોને નવી રોજગારી આપવામાં આવશે તેવા વચનનાં કારણે યુવાનોએ એક સાથે એક મત બનીને બાકીની બધી પાર્ટીઓને જાકારો આપીને ભાજપની તરફેણમાં મોટાપાયે મતદાન કર્યું હતું પરંતુ લોકસભા ચૂંટણીને સાડા ચાર વર્ષ થઈ ગયાં ત્યારે નવી રોજગારી ઉભી થવાનાં બદલે કેટલીક જગ્યાએ નોટંબધીને કારણે નાની – મોટી ઈન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ અને ઘણાંને નોકરીમાંથી હાથ ધોવા પડ્યાં તો બીજીબાજુ જે લોકો ધાર્મિક આસ્થામાં માને છે તેવા લોકો અયોધ્યામાં જો ભાજપ સત્તા સ્થાને આવશે તો રામ મંદિર બનશે પરંતુ હજુ સુધી રામ મંદિર બનાવવા માટેનો ભાજપ તરફથી કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી તેવું લોકો માનવા લાગ્યાં તેથી ધાર્મિક આસ્થા ધરાવનાર લોકો પણ ભાજપની વિરુદ્ધમાં થઈ ગયાં. આવાં નાનાં મોટાં અનેક કારણોનાં કારણે ભાજપની સરકારે મુખ્ય ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અનેક લોકહિતનાં કાર્યો કર્યાં છે, સામાન્ય વર્ગને લોકોને લાભ થાય તેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી, ભારત સરકાર તરફથી પણ અનેક જાતની લોકપયોગી યોજનાઓ અમલમાં મૂકવા છતાં લોકોએ ભાજપથી મોં ફેરવી દીધું હોય એમ આ ચૂંટણી પરિણામથી લાગે છે તેથી ભાજપે અને એનાં વરિષ્ઠ નેતાઓએ વિશેષ ચિંતન કરવાની આવશ્યક્તા છે અને જ્યાં પાર્ટીનાં વર્ષો જૂનાં કાર્યકર્તાઓ કે જે પાયાની ઈંટો કહેવાય તેની કેટલીક જગ્યાએ થતી અવગણનાને પણ લોકોએ ધ્યાને લીધી અને આવા જૂનાં કાર્યકર્તાઓ પણ ક્યાંક – ક્યાંક નિષ્ક્રિય રહેવાનાં કારણે ભાજપને આ દુઃખનાં દિવસો જોવાનો વારો આવ્યો પરંતુ હજુય લોકસભા ચૂંટણીને થોડો સમય બાકી છે. જો આમાં ચિંતન કરવામાં આવે, રહી ગયેલી ખામીઓને સુધારવામાં આવે તો ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપ સત્તા સ્થાને પુનઃ બેસી શકે છે અને જનતા તરફથી લીલી બત્તી થઈ શકે છે.

Related posts

किसानों पर घटिया राजनीति

editor

क्या वास्तव में आप दुखी हे?

aapnugujarat

धमाकेदार जोक्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1