Aapnu Gujarat
શિક્ષણ

એમબીએનો ક્રેઝ ફરી વધી રહ્યાનો દાવો

તાજેતરમાં જ કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે થોડાક સમય સુધી ભારે મંદી રહ્યા બાદ હવે ફરીએકવાર એમબીએની માંગ વધી રહી છે. કંપનીઓ એમબીએ થયેલા લોકોમાં રસ લઇ રહી છે. એમ્પ્લોયર્સના એક ગ્લોબલ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્વિક સ્તર પર કંપનીઓ વચ્ચે એમબીએની માંગ વધીને ૮૪ ટકા સુધી પહોંચી જવાની શક્યતા દેખાઇ રહી છે. જે વર્ષ ૨૦૧૭માં ૭૪ ટકા હતી અને પાંચ વર્ષ પહેલા ૬૨ ટકા હતી. વર્ષ ૨૦૧૮માં અડધાથી વધારે કંપનીઓ નવા એમબીએ થયેલા ઉમેદવારો પર પસંદગી ઉતારી રહી છે. જે ઇન્ફ્લેશન રેટના દરે રહે તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૯માં નવા એમબીએ ગ્રેજુએટ્‌સના શરૂઆતી પગાર ધોરણ ખુબ સારા રહી શકે છે. આ પગાર વર્ષ ૨૦૧૪ના પગારની સરખામણીમાં પાંચ હજાર ડોલર વધારે છે. ૨૦૧૬માં બેચલર સ્ટુડન્ટના અંદાજે પગાર કરતા આશરે ૫૫ હજાર ડોલર વધારે છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે જોબ માર્કેટમાં ટકી રહેવા માટે અનુભવ હજુ પણ મુખ્ય મંત્ર તરીકે છે. ખાસ કરીને એમબીએ ગ્રેજુએટ્‌સ માટે કંપનીઓ અનુભવની આશા રાખે છે. હાલમાં કરાયેલા આ સર્વેનુ કામ ધ યુરોપિયન ફાઉન્ડેશન ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એન્ડ એમબીએ કેરિયર સર્વિસેઝ અને એમ્પ્લોયર દ્વારા કરવામાં આવ્યું છે.આ સર્વે કરતી વેળા દુનિયાભરના ૪૭ દેશોના ૭૪૮ કંપનીઓના વડાના મત લેવામાં આવ્યા હતા. જેમાં ફોર્ચ્યુનની ૪૬ કંપનીઓ પણ સામેલ છે. સર્વેમાં સામેલ મોટા ભાગની કંપનીઓએ કબુલાત કરી હતી કે નવેસરની ભરતીની યોજના રહેલી છે. કુશળ લોકોને ચારેબાજુ સારી તક રહેલી છે. એમબીએ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.

Related posts

ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા માર્ચમાં યોજાશે

aapnugujarat

नोटबुक-किताब की कीमत में २० फीसदी की वृद्धि हुई

aapnugujarat

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીએ સીદસર સ્થિત મોડેલ સ્કૂલમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકાર્યા

editor

Leave a Comment

UA-96247877-1