Aapnu Gujarat
બિઝનેસ

પેટ્રોલ-ડિઝલ ગાડીઓ પર ક્લિન એર સેસ લગાવવા તૈયારી..!!

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ-ડીઝલથી દોડતી ગાડીઓના ભાવ વધારવાની તૈયારી ચાલી રહી છે. ઈલેક્ટ્રિક વાહનોને રસ્તા પર ઉતારી પ્રદૂષણ ઘટાડવાની ઝુંબેશને આગળ વધારતાં નીતિપંચે હવે ગાડીઓ પર ‘ક્લિન એર સેસ’ લગાવવા માટે મંથન શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિપંચ ફિબેટ યોજના હેઠળ એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. આ પ્રસ્તાવ મુજબ પ્રદૂષણ ફેલાવતાં વાહનો પર એક સરચાર્જ લગાવવામાં આવે છે જ્યારે બિલકુલ પ્રદૂષણ ન ફેલાવનારા વાહનોને તેમાંથી છૂટ આપવામાં આવે છે.
પંચ ઈલેક્ટ્રિક વાહનોમ ટે તૈયાર કરવામાં આવી રહેલી નીતિમાં ‘ક્લિન એર સેસ’ લગાવવાનો પ્રસ્તાવ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વિ-ચક્રી વાહનો ઉપર અંદાજે ૩૦૦ રૂપિયા અને કાર ઉપર ૩૦૦૦ રૂપિયા સુધીની સેસ લગાવવામાં આવી શકે છે. આ કવાયતથી અંદાજે ૧૨૦૦ કરોડ રૂપિયા મળવાની આશા સેવાઈ રહી છે.
સરકાર ઈચ્છી રહી છે કે પેટ્રોલ-ડીઝલની ગાડીઓ પર સેસ લગાવીને તેના વેચાણને મોંઘું કરી દેવામાં આવશે અને જે રકમ એકત્ર થશે તેને ઈલેક્ટ્રિક ગાડીઓ અને પબ્લીક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. તેનાથી પ્રદૂષણ ઓછું કરી શકાશે. એટલું જ નહી નીતિ અંતર્ગત દેશના ૧૦ મોટા પ્રદૂષણ ફેલાવનારા શહેરોમાં ડીઝલ ગાડીઓની સંખ્યાને પણ ઘટાડીને અડધું કરવાના પ્રસ્તાવ ઉપર પણ તૈયારી ચાલી રહી છે.
ઓટો ઈન્ડસ્ટ્રીઝ આ વાતથી અત્યારે બિલકુલ પણ સંતુષ્ટ નથી. કંપનીઓના જણાવ્યા મુજબ તેઓ પહેલાંથી જ બીએસ-૬ અને સેફટીના ધોરણો લાગુ કરવામાં મોટી રકમ ખર્ચ કરી રહ્યા છીએ. સાથોસાથ કંપનીઓ વચ્ચે વધી રહેલી પ્રતિસ્પર્ધાને કારણે ભાવ નીચા કરવાની આશા પણ ઓછી છે આવામાં જો નવી સેસ લગાવવામાં આવશે તો બોજ વધી જશે.

Related posts

બેન્કે પોતાની ભૂલો છૂપાવવા માટે ગીતાંજલિ જેમ્સને બરબાદ કરી : મેહુલ ચોક્સી

aapnugujarat

કોરિયાની કટોકટી વચ્ચે દલાલ સ્ટ્રીટમાં તીવ્ર મંદીના ભણકારા

aapnugujarat

सेंसेक्स 182 अंक उछला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1