Aapnu Gujarat
ગુજરાત

પાટીદારોને અનામત આપવા માંગ : મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ વિચારણા કરી શકે

મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કર્યા બાદ આજે ૧૬ ટકા અનામત આપવાનું વિધેયક પસાર કરી સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે ત્યારે હવે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર હોઇ મહારાષ્ટ્ર સરકારની પેટર્ન પર ગુજરાત સરકાર પણ પાટીદારોને અનામત મામલે આગળ વધી શકે તેવી શકયતા પ્રવર્તી રહી છે. જો કે, તે પહેલાં ઓબીસી પંચ સરકારના અભિપ્રાયના આધારે સર્વે હાથ ધરશે અને આ મામલે હવે કંઇ ડેવલપમેન્ટની સંભાવના જણાય છે. બીજીબાજુ, પાટીદાર આંદોલનકારી નેતાઓએ પણ આજે મહારાષ્ટ્ર સરકારના મરાઠાઓને અનામત આપતા વિધેયકની જાહેરાત બાદ ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની પોતાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો અને ભાજપ સરકારને દ્રઢ ઇચ્છાશકિતથી આ મામલે હકારાત્મક અભિગમ અપનાવી અમલવારી કરવા અનુરોધ કર્યો છે. પાટીદારોને અનામત અપાવવા યુવાઓ આંદોલન કરી રહ્યા છે. આવા સમયે મહારાષ્ટ્રમાં મરાઠાઓને ૧૬ ટકા અનામત આપવાનું વિધયકને સરકારે મંજૂરી આપી છે. હવે ગુજરાત સરકાર પણ પાટીદારોને અનામત આપવા અંગે ઝડપથી પ્રક્રિયા શરૂ કરે તેવી શક્યતાઓ છે. દરમ્યાન સુજ્ઞાબહેન ભટ્ટના ઓબીસી પંચ સમક્ષ આજે પાસની કોર કમીટીના આગેવાનો ફરી અનામત મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પોતાના મુદ્દાઓની ફરી રજૂઆત કરી ઝડપભરે સર્વે કરવા અનુરોધ કર્યો હતો. જેથી હવે પંચ દ્વારા ગુજરાત સરકાર પાસે અભિપ્રાય માંગવામાં આવશે. સરકારના અભિપ્રાયના આધારે ઓબીસી પંચ દ્વારા ગુજરાત રાજયમાં પાટીદાર જ્ઞાતિનો સર્વે હાથ ધરશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શકય બનશે. દરમ્યાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને અનામત આપતું વિધેયક પસાર કરાયા બાદ આજે પાસના કન્વીનર હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને ૧૬ ટકા અનામત આપતુ વિધયક આજે પસાર કર્યું છે. ગુજરાતમાં અનામત આંદોલનની લડાઈ વધુ મજબૂત બને એ હેતુથી આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું મહિલા સંમેલન યોજાશે. આ જ પ્રકારે અતુલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ધારે તો મહારાષ્ટ્રની જેમ આગળ વઘે. ફડણવીસ ત્રણ પગથિયાં ચઢ્યાં છે. ગુજરાતની ભાજપ સરકાર હજી કુંભકર્ણની જેમ ઊંઘે છે અને પાટીદારોને ગોળ ગોળ ફેરવે છે. કોઈપણ સમાજનો હક્ક છીનવ્યા વગર ઉકેલ લાવો. તો, એસપીજી નેતા લાલજી પટેલે પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા કે, મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો મહારાષ્ટ્રમાં કેમ થોડા સમયમાં જ અનામતનો મુદ્દો હલ થઇ ગયો અને મરાઠાઓને અનામત મળી ગઇ અને ગુજરાતમાં કેમ વર્ષોથી આ સમસ્યા હલ થતી નથી. વાસ્વતમાં ગુજરાતમાં પાટીદારોને અનામત મુદ્દે ભાજપ સરકારની કોઇ ઇચ્છાશકિત જ નથી.

Related posts

અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટરો હાજર ન રહેતા શો કોઝ નોટીસ ફટકારી

aapnugujarat

બિહાર દલિત સમાજનુ ગૌરવ એવા રવિદાસ ઈન્ડસ્ટ્રીઝના માલિક ઉપેન્દ્રભાઈ રવિદાસે મુખ્યમંત્રી રાહતફંડ બિહારમાં રૂપિયા 5000000 અંકે રૂપિયા પચાસ લાખનુ દાન

editor

પાટણ માં અપાતું પીળું પાણી દૂષિત નહીં શુદ્ધ,ટેસ્ટિંગ માં પાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1