Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે ૩૦ લાખ નવી રોજગારીની તકો ઉભી થવાની શક્યતા

આગામી સમયમાં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં ૩૦ લાખ નવી રોજગારીની તકો ઉભી થઈ શકે છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષે આ મામલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે ૨૦૨૫ સુધીમાં ભારતના સોનાના દાગીનાની નિકાસ ૧૮ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ત્યારે આ ઉદ્યોગમાં ૩૦ લાખ નવી નોકરીઓ ઉભી થવાની શક્યતાઓ રહેલી છે.
વર્તમાન સમયમાં ભારત વિશ્વનો સૌથી મોટો ગોલ્ડ જ્વેલરી નિકાસકાર છે. ૨૦૧૭ માં દેશમાંથી ૯ અબજ ડૉલરના સોનાની ઘરેણાં નિકાસ કરવામાં આવી હતી. આ સાથે જ આ ઉદ્યોગમાં ૫૦ લાખ લોકોને સીધી રોજગારી મળેલી છે.
ઇન્ડિયા ગોલ્ડ એન્ડ જ્વેલરી સમિટ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. સમિટમાં હાજર વાણિજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગો દેશના અર્થતંત્રમાં ફાળો આપતા મુખ્ય ઉદ્યોગોમાંનું એક છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં સોનાની જેટલી આયાત કરવામાં આવે છે તેમાંથી માત્ર ૧૦ ટકાની જ્વેલરી તરીકે નિકાસ કરવામાં આવે છે કારણ કે દેશમાં સોનાની માંગ ઘણી છે.
તેમણે એમ પણ કહ્યું કે જીજેઇપીસીને અન્ય દેશો સાથે ભાગીદારી કરવાની જરૂર છે. કારણ કે, આ વ્યવસાય દેશને આર્થિક રીતે મજબૂત કરશે અને રોજગારીની તકો પ્રદાન કરશે. સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવા માટેની માંગ અગ્રવાલે જણાવ્યું હતું કે, તેઓ આ સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધારવામાં આવે અને સોના પર આયાત ડ્યૂટીમાં ૪ ટકાનો ઘટાડો કરવામાં આવે. આથી જ્વેલરીના ઉત્પાદન અને મૂલ્યના વધારાના સોનાના દાગીનાના ખર્ચમાં ઘટાડો થશે અને નિકાસને પ્રોત્સાહન મળશે.

Related posts

साल 2018 में गूगल ने समाचार कारोबार से कमाए 4.7 अरब डॉलर

aapnugujarat

एलआईसी ने अपने ग्राहकों को दी राहत

aapnugujarat

मनमोहन सिंह को अब दी जाएगी जेड प्लस सुरक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1