Aapnu Gujarat
શિક્ષણ

ક્વિન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયાના શિક્ષણ વિભાગ અને કેલોરેક્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં બહેતર સાંસ્કૃતિક સમજ વધારવાનો પ્રયાસ

કેલોરેક્સ ફાઉન્ડેશન અને ક્વિન્સલેન્ડના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં બે સંસ્કૃતિઓ અંગેની સમજનું સંવર્ધન થાય અને ગ્લોબલ સિટીઝન્સનું નિર્માણ થાય તે હેતુથી એક ઈરાદાપત્ર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગ્લોબલ લર્નીંગ પ્રોજેક્ટ નામનો એક ઓનલાઈન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ 6 સ્કૂલો વચ્ચે યોજવામાં આવ્યો હતો. જેમાં કેલોરેક્સ ગ્રુપે 6 સ્કૂલો સાથે સામેલ થઈને ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ સ્ટેટમાં સાંસ્કૃતિક, વારસા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

ક્વિન્સલેન્ડ સાથે લાંબા ગાળાના શૈક્ષણિક ભાગીદારી માટે આજે એક દિવસની વર્કશોપનું કેલોરેક્સ હાઉસમાં  સ્કૂલ લીડર્સ અને પ્રિન્સીપલ્સ માટે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન DEi-ક્વિન્સલેન્ડના ડિરેક્ટર- બિઝનેસ ઈમ્પ્રુવમેન્ટ કુ. જેસીન્ટા વેબ દ્વારા કરવામાં આવ્યું હતું. ક્વિન્સલેન્ડના અભ્યાસક્રમ, પ્રોફેશનલ ડેવલપમેન્ટ અને શૈક્ષણિક કન્સલ્ટન્સીમાં 30  વર્ષના વ્યાપક અનુભવ દ્વારા કુ. વેબની આગેવાની હેઠળની ખાસ ટીમે શાળાઓમાં નેતૃત્વની વિવિધ ભૂમિકાઓ તથા શૈક્ષણિક તાલિમ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે જાણકારી આપી હતી. તેમની વર્તમાન ભૂમિકામાં તે DEi ના કરારની વ્યૂહરચનાઓ ભારતમાં અમલી બનાવવા માટે મહત્વની ભૂમિકા બજાવી રહ્યા છે.

કેલોરેક્સના એમડી અને સીઈઓ ડો. મંજુલા  પૂજા શ્રોફ જણાવે છે કે “ગ્લોબલ લર્નર્સને આકાર આપવા માટે અમારા વિઝન અનુસારનું આ પગલું છે. વિદ્યાર્થીઓ વિવિધ સંસ્કૃતિઓ અંગે જાણકારી મેળવે અને દુનિયાભરમાં ચાલી રહેલી ભિન્ન લર્નીંગ પ્રક્રિયાઓનો હિસ્સો બને તેવી અમારી ઈચ્છા છે. મને લાગે છે કે પોતાનો દ્રષ્ટિકોણ કેળવવો અને દુનિયામાં જે કઈ પણ શ્રેષ્ઠ વિચારવામાં આવી રહ્યું છે, કહેવાયું છે અને થયું છે તેમાં ભળી જવું એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે. ક્વિન્સલેન્ડના શિક્ષણ વિભાગ સાથેની ભાગીદારી બંને દેશોની સંસ્કૃતિઓની ઊંડી સમજ વિકસાવવામાં મહત્વનું કદમ પૂરવાર થશે અને યુવાનોને વધુ સંવેદનશીલ અને જાણકાર બનાવશે.”

એક દિવસ ચાલેલી આ વર્કશોપનો  વિષય “એવરી સ્કૂલ સક્સીડીંગ” રાખવામાં આવ્યો હતો અને તેમાં સ્કૂલ લીડર્સના ક્ષમતા નિર્માણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શાળાઓમાં સમાવેશીતા, વિદ્યાર્થીઓની સલામતિ અને શાળાઓના પરિણામો અંગે પરામર્શલક્ષી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની સાથે સાથે કેલોરેક્સ ગ્રુપના સ્કૂલ લીડર્સ અને  સિનિયર મેનેજમેન્ટ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વિદ્યાર્થીઓના ભણતર અને કલ્યાણ અંગે ચર્ચાઓ અને પ્રવૃત્તિઓ, શાળાઓ અને સમુદાય વચ્ચે ભાગીદારી, શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા તથા શાળાઓમાં સુધારણાનો એજન્ડા અને વ્યૂહરચનાઓ અંગેની ચર્ચામાં જે લોકો સામેલ થયા હતા તેમણે રચનાત્મક સૂચનો કર્યા હતા. સમારંભને અંતે સામેલ થનાર દરેક વ્યક્તિને Dei દ્વારા સર્ટિફિકેટ આપવાના આવ્યા હતા અને તેમને કેલોરેક્સ ગ્રુપની ભાગીદારીથી ક્વિન્સલેન્ડ ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનાર સ્કૂલ સક્સીડીંગ પ્રોગ્રામના બીજા મોડ્યુલમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું  હતું.

Related posts

ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો ૨૬ જુલાઈથી શરૂ કરાશે

editor

गुजरात में स्‍कूल फीस को लेकर निजी स्‍कूल संचालक व सरकार में टकराव

editor

દેશમાં આગામી વર્ષથી બધી ભાષામાં એક જેવા નીટ પેપર : પ્રકાશ જાવડેકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1