Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુસ્લિમોને એકત્રિત કરવાની કોંગ્રેસની રણનીતિ રહેલી છે : સી.પી.જોશી

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જોરદાર રીતે ચાલી રહ્યો છે ત્યારે આડેધડ નિવેદનના કારણે હવે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા સી.પી. જોશી જોરદાર રીતે ફસાઈ ગયા છે અને તેમના ઉપર દબાણ વધતા હવે પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જોશીને લઈને નારજગી વ્યસ્ત કર્યા બાદ હોબાલો મચી ગયો છે. કોંગ્રેસે હાથમાં આવેલી બાજી ગુમાવવાની સ્થિતિ સર્જી દીધી છે. નાથદ્વારામાં એક સભામાં વડાપ્રધાન મોદી અને ઉમા ભારતીની જાતિ અને ધર્મ ઉપર પ્રશ્નો ઉઠાવતાં સી.પી. જોશીએ આક્ષેપ કર્યા હતા. જોશીના નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે વિભાજનની રાજનીતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ પણ જોશીને જોરદાર ફટકાર લગાવી હતી. સીપી જોશીએ ગુરૂવારે સભા દરમિયાન કહ્યું હતું કે ઉમા ભારતની જાતિ શું છે તે કોઈને ખબર નથી. ઋતુંભરાની જાતિ પણ કોઈને ખબર નથી. ધર્મના સંબંધમાં કોઈ માહિતી ધરાવે છે કે માત્ર પંડિતો છે. આ દેશમાં ઉમા ભારતી લોધી સમાજની છે અને તેઓ હિન્દુ ધર્મની વાત કરી રહ્યા છે. સાધ્વી કયા ધર્મના છે તેઓ હિન્દુ ધર્મની વાત કરી રહ્યા છે. મોદી કયા ધર્મના છે હિન્દુ ધર્મની વાત કરી રહ્યા છે. ૫૦ વર્ષમાં તેમની બુદ્ધિ ખતમ થઈ ગઈ છે. જોશીના આ નિવેદન બાદ ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રાએ કોંગ્રેસ ઉપર રાજનીતિ રમવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી લઘુમતી સમુદાયને ખુશ કરવાની રાજનીતિ રમી રહી છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં કમલનાથે મુસ્લિમોને ૯૦ ટકા મતદાનની અપીલ કરી છે.
૯૦ ટકા મતદાન સાથે સંબંધિત વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના મનમાં હિન્દુ બનવાની ઈચ્છા જાગી છે પરંતુ હિન્દુ બનવાના પ્રયાસમાં આ લોકો હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે. વિભાજનની રાજનીતિ રમી રહ્યા છે. કોંગ્રેસની એક જ રણનીતિ છે કે મુસ્લિમોને એકત્રિત કરવામાં આવે અને હિન્દુઓને જાતિ આધારિત વિભાજિત કરવામાં આવે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયના લોકોને હિન્દુથી અલગ કરવાના પ્રયાસ કરાયા હતા.

Related posts

ભાજપ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડીના દરોડાની ગંદી રમત રમી રહી છે : મમતા

aapnugujarat

RBI का दिपावली तोहफा रेपो रेट 0.25 फीसदी घटाया

aapnugujarat

चालान का कहर: 1 लाख 41 हजार का चालान कटा..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1