Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કરતારપુર કોરિડોરને કેબિનેટની મંજુરી

કેન્દ્ર સરકારે આજે એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણય કેબિનેટની બેઠકમાં કર્યો હતો જેમાં કરતારપુર કોરિડોરને લઇને મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરહદ સુધી કરતારપુર કોરિડોર બનાવવાને લીલીઝંડી આપવામાં આવી હતી. ગુરુનાનક જ્યંતિના પ્રકાશ પર્વના એક દિવસ પહેલા જ કેન્દ્રીય કેબિનેટે કરતારપુર કોરિડોરને લીલીઝંડી આપી હતી. સરહદની બીજી બાજુ અને પાકિસ્તાનમાં સીખ સમુદાયના પવિત્ર કરતારપુર સાહિબ ગુરુદ્વારા છે. પાકિસ્તાન દ્વારા મંજુરી ન આપવાના કારણે શીખ સમુદાયના લોકો દુરબીનથી કરતારપુર સાહિબના દર્શન કરે છે. નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, સરકારે નિર્ણય કર્યો છે કે, આના પર થનાર ખર્ચને કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે ઉપાડશે. કેન્દ્ર સરકારે શીલાવાસામાં મેડિકલ કોલેજ અને ઓબીસીમાં સબકેટેગરી ઉપર કામ કરી રહેલા કમિશનને રિપોર્ટ આપવા માટે વધુ એક મહેતલ આપી દીધી છે. જેટલીએ કહ્યું હતું કે, ગુરુનાનક દેવજીના કરતારપુર સાહિબમાં પોતાના જીવનના ૧૮ વર્ષ ગાળ્યા હતા. તે ભારતની સરહદથી થોડાક કિલોમીટરના અંતરે પડોશમાં સ્થિત છે. અહીં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પહોંચે છે. ભારતની સરહદ ઉપર ઉભા થઇને દર્શન કરવાની સુવિધા છે. કેબિનેટે નિર્ણય કર્યો છે કે, ડેરાબાબા નામથી જે ગુરુદ્વારા ગુરુદાસપુરમાં છે ત્યાંથી લઇને ઇન્ટરનેશનલ સરહદથી એક કરતારપુર કોરિડોર બનાવવામાં આવશે. તેમણ ેકહ્યું હતું કે, આ કોરિડોર એવા જ પ્રકારથી બનાવવામાં આવે જેવા કોઇ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ હોય છે. અહીં વિઝા અને કસ્ટમની સુવિધા અપાશે. આને વ્યાપકરીતે કરતાર સાહિબ કોરીડોર બનાવવામાં આવશે. આની લંબાઈ ત્રણ કિલોમીટરની રહેશે. આના ખર્ચને ભારત સરકાર સંપૂર્ણપણે ઉપાડશે. પાકિસ્તાન સાથે આ સંબંધમાં કોઇ વાત થઇ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમે આ સંબંધમાં પડોશી દેશ સાથે પણ વાતચીત કરીશું. અમે પોતાની રીતે જોરદારરીતે તૈયારી કરીશું. પડોશી દેશ શું કરે છે તે બાબત તેમના ઉપર આધારિત છે. કેબિનેટ બેઠકમાં સુલ્તાનપુર લોધીને હેરિટેજ ટાઉન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુલ્તાનપુર લોધી પણ ગુરુનાનક દેવના જન્મ સાથે સંબંધિત છે. તેને સ્માર્ટસિટીની જેમ વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત એક હેરિટેજ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે જેનું નામ પિંડબાબા નાનકદેવ રાખવામાં આવશે. ઉપરાંત પંજાબમાં સેન્ટર ફોર ઇન્ટરકફેઇથ સ્ટડીઝ બનાવવામાં આવશે. જેના કેન્દ્ર કેનેડા અને બ્રિટનમાં રહેશે. ગુરુનાનકની જ્યંતિ તમામ રાજ્યો અને ભારતીય દૂતાવાસમાં ઉજવવામાં આવશે. જેટલીએ કહ્યું હતું કે, દાદરા અને નગરહવેલીના શીલાવાસામાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. અલાઇડ મેડિકલ સર્વિસના રજિસ્ટ્રેશન, એજ્યુકેશન અને વિસ્તરણ બિલને પણ મંજુરી આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે આજે કેબિનેટ બેઠકમાં કરતારપુર કોરિડોરને મંજુરી આપી દીધી હતી. આ નિર્ણયથી ભાજપના સાથી પક્ષ શિરોમણી અકાળી દળે ખુશી વ્યક્ત કરી છે. શિરોમણી અકાળી દળના નેતા સુખબિરસિંહ બાદલે નિવેદન કરતા કહ્યું છે કે, આના માટે તેમની પાર્ટી વડાપ્રધાન મોદીનો આભાર માને છે. બાદલે કહ્યું હતું કે, સમગ્ર શીખ સમુદાય માટે આ ઐતિહાસિક પ્રસંગ છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને તેમની કેબિનેટનો આભાર માનીએ છીએ. આ દરેક શીખની ઇચ્છા હતી. એટલું જ નહીં સુખબિરસિંહ બાદલે આ મામલામાં નવજોત સિદ્ધૂની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, નવજોત સિદ્ધૂની આમા કોઇ ભૂમિકા નથી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. મોટા ધાર્મિક સ્થળ જેવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. અહીં વિઝા અને કસ્ટમની સુવિધા મળશે. ત્રણ કિલોમીટર સુધી આની લંબાઈ રાખવામાં આવનાર છે. પાકિસ્તાન સાથે પણ આ સંદર્ભમાં વાતચીત ચાલી રહી છે પરંતુ પાકિસ્તાન પોતાની રીતે નિર્ણય કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર હોવાની વાત સરકારે કરી છે.

Related posts

२६ जून को जारी किया जाएगा एनआरसी का एक और मसौदा

aapnugujarat

ભાજપમાં રામ માધવ મોટા ચહેરા તરીકે ઉભર્યા : રિપોર્ટ

aapnugujarat

રેલવે પણ ટ્રેનોમાં વિમાન જેવા બાયો-વેક્યૂમ શૌચાલય મૂકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1