Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપમાં રામ માધવ મોટા ચહેરા તરીકે ઉભર્યા : રિપોર્ટ

સંઘના પ્રચારક રહી ચુકેલા રામ માધવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર અભિયાનના મુખ્ય હિસ્સા તરીકે રહ્યા છે. દરેક ચૂંટણીમાં તેમની ભૂમિકા દિન પ્રતિદિન મહત્વપૂર્ણ બની રહી છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની મોટી જીતમાં પણ તેમની ભૂમિકા રહેલી છે. ઉત્તર પૂર્વમાં ભાજપના પ્રભારી રામ માધવની સફળતા ખુબ મહત્વપૂર્ણ રહી છે. વર્ષ ૨૦૧૪માં ભાજપમાં વિધિવતરીતે સામેલ થયેલા રામ માધવે ચૂંટણી પ્રચારની ઘણી જવાબદારી સંભાળી છે. પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપના મોટા ચહેરા પૈકી એક તરીકે રામ માધવે છેલ્લા એક મહિનાથી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ફરીને એવા પાસાઓને મજબૂત કર્યા હતા જેના ઉપર ભાજપના બદલે સ્થાનિક રાજનીતિનું પ્રભુત્વ રહ્યું હતું. આ પહેલા ભાજપના કાશ્મીર પ્રયોગના હિસ્સા તરીકે પણ રામ માધવ રહ્યા હતા. જ્યાં પાર્ટીએ પીડીપીની સાથે મળીને સરકાર બનાવી હતી. એજ અભિયાન દરમિયાન રામ માધવે પોતાની રાજકીય સમજ શક્તિનો પરિચય આપ્યો હતો. સંઘના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ જ નજીકની વ્યક્તિ પૈકીના એક ૫૩ વર્ષીય રામ માધવે અનેક વખત પોતાની કુશળતા સાબિત કરી છે. ૨૦૧૪માં ન્યૂયોર્કના મેડિસન સ્કેવરમાં મોદીના સંબોધન પાછળ પણ મુખ્ય ચહેરો રામ માધવ હતો. મહત્વપૂર્ણ વિદેશી નીતિ અને આંતરરાષ્ટ્રીય બેઠકોમાં જેમ કે અમેરિકામાં મોદી, ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂની સાથે બેઠકની પાછળ પણ રામ માધવની ભૂમિકા હતી. પૂર્વોત્તરમાં કોંગ્રેસના મોટા નેતા હેમંત વિશ્વ શર્માને ભાજપ સાથે જોડીને કિંગ મેકર બનાવી દેવામાં તથા ભગવા બ્રિગેડને શક્તિ આપવામાં રામ માધવની ભૂમિકા રહેલી છે. એક ચિંતક તરીકે માધવે નાગા સમીકરણને યોગ્યરીતે હાથ ધરવામાં પણ સફળતા મેળવી છે.

Related posts

हिमाचल : भूस्खलन के चलते ५० लोगों की मौत की शंका

aapnugujarat

સેંસેક્સ ફ્લેટ રીતે બંધ : બેંકિંગ શેરમાં તેજી

aapnugujarat

अमेरिका में बापू का अनादर : उपद्रवियों ने तोड़ी प्रतिमा

editor

Leave a Comment

UA-96247877-1