Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બજારમાં મંદી : ૨૧૯ પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે સતત ત્રીજા કારોબારી સેશનમાં મંદી રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો. બેંકિંગ અને મેટલના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં ૨૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૪૯૮૧ રહી હતી. સેંસેક્સે ફરી એકવાર ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી જ્યારે નિફ્ટી ૭૩ પોઇન્ટ ઘટીને ૧૦૫૨૭ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૮૦ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૩૫૧ રહી હતી. વ્યક્તિગત શેરોમાં અદાણી ગેસના શેરમાં ૧૪ ટકાનો ઉછાળો આજે ગુરુવારના દિવસે નેશનલ સ્ટોક એક્સચેંજમાં નોંધાયો હતો. છેલ્લા બે દિવસના ગાળામાં તેના શેરમાં ૨૫ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. તેજી બાદ કંપનીએ ઝડપથી ૧૦૦ અબજ રૂપિયાની માર્કેટ મૂડીની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. સેક્ટરલ ઇન્ડેક્સમાં મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ ૧.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી બેંકમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એક્સિસ બેંક અને ફેડરલ બેંકના શેરમાં એક-એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેલ કિંમતોમાં આજે ઘટાડો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિનામાં કરવામાં આવેલા કુલ રોકાણ પૈકી ઇક્વિટીમાં પી નોટ્‌સનો હિસ્સો ૫૦૫૮૪ કરોડનો હતો જ્યારે બાકીનો હિસ્સો ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં હતો. પી-નોટ્‌સ મારફતે એફપીઆઈ રોકાણનું કદ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૨.૨ ટકા સુધી થઇ ગયો છે જે અગાઉના મહિનામાં ૨.૫ ટકાનો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં જંગી નાણાં પરત ખેંચી લીધા બાદ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૮૨૮૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયા બાદ એફપીઆઈ દ્વારા નવેમ્બર મહિનામાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. તેલ કિંમતો નરમ થતાં તેની અસર એફપીઆઈ કારોબારીઓ ઉપર જોવા મળી છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૭૫ પોઇન્ટ ઘટીને ૩૫૨૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો.
શેરબજારમાં ફરીવાર મંદીનો માહોલ છે.

Related posts

‘मिशन कश्मीर’ पर अमित शाह, किसी गृहमंत्री के दौरे पर 30 साल में पहली बार नहीं बंद हुई घाटी

aapnugujarat

જીએસટી અમલી થયા બાદ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ મોંઘા

aapnugujarat

ગોવામાં પ્રમોદ સાવંત સરકારે બહુમતિ પુરવાર કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1