Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સપ્ટેમ્બરમાં ૯.૩૩ લાખ લોકોને નોકરી મળી : ઈપીએફઓ

ભવિષ્ય નિધ સંગઠન ઇપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલા રોજગારી અંગેના આંકડા ખુબ જ પ્રોત્સાહનજનક રહ્યા છે. કારણ કે તેના કહેવા મુજબ માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ૯.૩૩ લાખ લોકોને રોજગારી મળી ગઇ છે. ઇપીએફઓના આંકડાની દ્રષ્ટિએ આ આંકડા કોઇ એક મહિનામાં રોજગારના સૌથી ઉંચા છે. સપ્ટેમ્બર ૨૦૧૭ બાદથી કોઇ એક મહિનામાં રોજગારી આ સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધારે મળી છે. જો અમે ઇપીએફઓ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૭થી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળા પર નજર કરવામાં આવે તો આ ગાળા દરમિયાન કુલ ૭૯.૪૮ લાખ લોકોને ભવિષ્ય નિધીન સાથે જોડવામાં આવ્યા છે. ભવિષ્ય નિધી સુરક્ષા યોજનાની સાથે જોડવામાં આવ્યા બાદ આ આંકડા જારી કરવામાં આવ્યા છે. હાલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમા પર છે ત્યારે મોદી સરકારને વિરોધ પક્ષો અને ખાસ કરીને કોગ્રેસ પાર્ટી પર પ્રહાર કરવા માટે આ આંકડા ઉપયોગ સાબિત થઇ શકે છે. એમ માનવામાં આવે છે કે આ ગાળા દરમિયાન ૭૯.૩૮ લાખ લોકોને નોકરી આપવામાં આવી છે. આ વર્ષે માર્ચ મહિનામાં માત્ર ૨.૩૬ લાખ લોકોને રોજગારી મળી હતી. જો કે આ સંખ્યા સપ્ટેમ્બર મહિનામાં ઉલ્લેખનીય રીતે વધી ગઇ છે. માર્ચ મહિનામાં માત્ર ૨.૩૬ લાખ લોકોને ઇપીએફઓ સાથે જોડવામાં આવ્યા હતા. આ સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૭થી સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન કોઇ એક મહિનામાં મળેલા રોજગારની સંખ્યામાં સૌથી ઓછી રહી હતી. સપ્ટેમ્બર મહિનામાં ઇપીએફઓની ભવિષ્યનિધી યોજનામાં જોડાયેલા લોકોની સંખ્યા પૈકી ૨.૬૯ લાખ લોકોની વય ૧૮થી ૨૧ વર્ષની રહી છે. ઇપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ આંકડા હાલના છે અને તેમાં સતત અપડેટ થાય છે. આંકડાથી સરકારને મોટી રાહત રોજગાર મોરચે થઇ છે.

Related posts

નીતીશ કુમારની મદદથી કેન્દ્રમાં બિન-ભાજપ સરકાર બનાવી શકાય છે : આઝાદ

aapnugujarat

ચીન અને ભારત એકબીજાના મિત્ર : ચીન વિદેશ પ્રધાન

editor

મધ્યપ્રદેશ કોંગ્રેસ જાતિ સમીકરણોના આધાર ઉપર છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1