Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે તીવ્ર સ્પર્ધા

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં જોરદાર શાસનવિરોધી મોજુ ફરી વળ્યું છે. આવી સ્થિતિમાં ભાજપની સત્તા જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મોટાભાગના સર્વે અને સટ્ટાબજારમાં હજુ સુધી આ પ્રકારની સ્થિતિ ઉભરી રહી છે. મધ્યપ્રદેશમાં આ વખતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી ખુબ રોમાંચક બનનાર છે. ભોપાલના સટ્ટાબજારમાં સતત સ્થિતિ બદલાઈ રહી છે. હવે ફરી એકવાર કોંગ્રેસની શક્યતા મજબૂત દેખાઈ રહી છે. બુકીઓના કહેવા મુજબ એક મહિના પહેલા સુધી દરેક વ્યક્તિ દ્વારા ભાજપ ઉપર સટ્ટો લગાવવામાં આવી રહ્યો હતો. ૧૦૦૦૦ રૂપિયાની શરત લગાવવા માટે દરેક વ્યક્તિ તૈયાર હતી અને પાર્ટી સત્તામાં આવે તો ૧૧૦૦૦ રૂપિયા મળનાર હતા. બીજી બાજુ એક શખ્સે કોંગ્રેસ ઉપર ૪૪૦૦ રૂપિયાનો સટ્ટો લગાવ્યો છે તો તેને વિપક્ષની જીત ઉપર ૧૦૦૦૦ રૂપિયા મળી શકે છે. બુકીઓના કહેવા મુજબ આ સટ્ટાથી હવે સીટની સંખ્યા ઉપર શરતો મુકવામાં આવી રહી છે. કોણ સરકાર બનાવશે તેના પર સટ્ટો નથી.
એક બુકીનું કહેવું છે કે, આ વખતે સ્થિતિ ખુબ જ રોમાંચક બનેલી છે. આ વર્ષે ટક્કર બરોબરની રહેલી છે. બુકીઓના કહેવા મુજબ સટ્ટા ટ્રેન્ડમાં વાસ્તવિક પરિણામ ભલે કંઇપણ નજરે પડે પરંતુ માર્કેટમાં કોંગ્રેસ માટે ૧૧૬થી વધુ સીટો અને ભાજપ માટે ૧૦૨થી વધુ સીટોનો સટ્ટો છે. જો ભાજપ અને કોંગ્રેસમાંથી કોઇ એક ઉપર સટ્ટો સાબિત થાય તો તેને ડબલ પૈસા મળી શકે છે. સટોડિયાઓ હવે ખુબ જ સક્રિય થઇ ચુક્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા સટ્ટા બેટિંગના કાંડનો પર્દાફાશ કર્યા બાદ આજે ઓનલાઇન બેટિંગ કરવામાં આવી રહી છે તેમાં પોલીસને પણ મુશ્કેલી નડી રહી છે. પોલીસ અધિકારી રાહુલ કુમારનું કહેવું છે કે, અપરાધીઓની સામે ખાસ સેલ સક્રિય છે.

Related posts

આઇસીઆઇસીઆઇ બેંકમાંથી ચંદા કોચરનું રાજીનામું

aapnugujarat

અમૃત મિશનમાં ગુજરાતના ૧ લાખથી વધુ વસતીવાળા ૩૧ શહેરોની પસંદગી, ૪૫૫૩ કરોડ ખર્ચાશે

aapnugujarat

મોદીએ એચ-૧બી વિઝાનો મુદ્દો ઉઠાવ્યો જ નથી : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1