Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આઇસીઆઇસીઆઇ બેંકમાંથી ચંદા કોચરનું રાજીનામું

આઇસીઆઇસીઆઇ બેંકના મેનેજીંગ ડિરેક્ટક ચંદા કોચરે તાત્કાલીક ધોરણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બોર્ડે તેમના કાર્યકાળ પૂર્ણ થતા પહેલા તેમની રાજીનામાની અરજી સ્વીકારી લીધી છે. તેમની જગ્યાએ સંદીપ બખ્શીને મેનેજીંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે નિમણૂક કરાયા છે. બખ્શી ૫ વર્ષ સુધી આ પદ પર કાર્યરત રહેશે એટલે કે તેમનો કાર્યકાળ ૩ ઓક્ટોબર ૨૦૨૩એ પૂર્ણ થઇ જશે.આઇસીઆઇસીઆઇ બેંકના પ્રમુખ ચંદા કોચર અને તેમના પરિવાર પર લાગેલા અનિયમિતતાના અનેક આરોપો હેઠળ વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. બેંકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે, ચંદા કોચરની વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પર તેમના રાજીનામાની કોઇ અસર પડશે નહી.બેંક કથિત હિતોના ઘર્ષણ અને ખોટી રીતે લાભ પહોંચાડવાના મામલે સ્વતંત્ર તપાસ કરી રહી છે. ચંદા કોચર અને આઇસીઆઇસીઆઇ બેંક સાથે સંકળાયેલા કેસને સેબી સિવાય આરબીઆઇ અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ પણ આ મામલે તપાસ કરી રહી છે. સીબીઆઇએ માર્ચમાં જ કોચરના પતિ દીપક કોચર વિરુદ્ધ પ્રારંભિક તપાસ(પીઇ) દાખલ કરી હતી. અપ્રિલમાં કોચરના દિયર રાજીવ કોચર સાથે સઘન પૂછપરછ પણ કરી હતી.જે મામલે તપાસ ચાલી રહી છે તેમાં વિડિયોકોન ગ્રુપને ૨૦૧૨મા આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન અપાવવાનો કેસ પણ સામેલ છે. આ લોન કુલ ૪૦ હજાર કરોડ રૂપિયાનો ભાગ છે જે વિડિયોકોન ગ્રુપે એસબીઆઇના નેતૃત્વ હેઠળની ૨૦ બેંકો પાસેથી લીધી હતી. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે, તેમણે ૨૦૧૦માં ૬૪ કરોડ રૂપિયા એન્યુ પાવર રીન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ(એનઆરપીએલ)ને આપ્યા હતા. આ કંપનીને ધૂતે દીપક કોચર અને અન્ય બે નજીકના લોકો સાથે મળીને ઉભી કરી હતી.તેમના પર આરોપ છે કે, ચંદા કોચરના પતિ દીપક કોચર સહિત તેમના પરિવાના સભ્યોને લોન આપીને નાણાકીય લાભ પહોંચાડ્યો છે. આ સિવયા આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી લોન મળ્યાના ૬ મહિના બાદ ધૂતે કંપનીનો વહીવટ દીપક કોચર અને એક ટ્રસ્ટને સોંપી દીધો હતો.

Related posts

हमले की फ़िराक में पाक. आतंकी, हाई अलर्ट पर नौसेना

aapnugujarat

રૂપિયા ૫૦૦ની નવી નોટોમાં ઇન્સેટમાં એ લખવામાં આવ્યું

aapnugujarat

અયોધ્યા કેસમાં મુસ્લિમોની અપીલ પર ૨૮મીએ ચુકાદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1