Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમૃત મિશનમાં ગુજરાતના ૧ લાખથી વધુ વસતીવાળા ૩૧ શહેરોની પસંદગી, ૪૫૫૩ કરોડ ખર્ચાશે

દેશના શહેરોમાં માળખાગત સવલતોનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અટલ મિશન ફોર રીજ્યુનિવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન : અમૃત મિશન યોજના કાર્યાન્વિત કરીને દેશમાંથી ૫૦૦ શહેરો પસંદ કર્યા છે. જેમાં ગુજરાતના ૧ લાખથી વધુ વસતિ ધરાવતા ૩૧ શહેરોની પસંદગી કરાઇ છે. આ શહેરોમાં રૂ.૪૫૫૩ કરોડના ૩૩૫ માળખાગત સવલતોના કામો હાથ ધરાશે.મુખ્યત્વે પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર યોજના, વરસાદી પાણી નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, શહેરી પરિવહન તેમજ ગાર્ડનના કામોનો સમાવેશ આ યોજનામાં કરાયો છે. અમૃત મિશનમાં ગુજરાતના અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, નડિયાદ, આણંદ, મોરબી, મહેસાણા, સુરેન્દ્રનગર, દૂધરેજ, ભરુચ, વાપી, નવસારી, વેરાવળ, પોરબંદર, ગોધરા, બોટાદ, પાટણ, પાલનપુર, જેતપુર(નવાગઢ), વલસાડ, કલોલ(ગાંધીનગર) ભૂજ, ગોંડલ, ડીસા, અમરેલી તથા દ્વારકાનો સમાવેશ કરાયો છે.આ યોજના હેઠળ જે ૩૩૫ કામો હાથ ધરાશે જેમાં પાણી પુરવઠાના રૂ.૧૭૦૧ કરોડની રકમના ૬૬ કામો, ગટરના રૂ.૨૩૩૪ કરોડની રકમના ૮૪ કામો, વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૨૭૨ કરોડની રકમના ૩૮ કામો, શહેરી પરિવહનના રૂ.૧૮૮ કરોડની રકમના ૫૮ કામો અને બાગબગીચાના રૂ.૯૮ કરોડની રકમના ૮૯ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી રૂ.૧૩૦૩ કરોડના ૪૦ કામોના વર્ક ઓર્ડર અપાઇ ગયાં છે અને રૂ.૩૫૮૧ કરોડના ૨૬૪ કામો મંજૂરીના વિવિધ તબક્કે છે.અમૃત મિશન અંતર્ગત પ્રવાહી કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે તમામ સ્ટેટ એન્યુઅલી એકશન પ્લાનમાં કુલ ૧૬૫૭ કરોડના ૩૭ કામોનો સમાવેશ કરાયો છે. જેમાં કુલ ૬૮૮ એમએલડી પ્રવાહી કચરાના નિકાલ માટે ૧૭ એસટીપીનું નિર્માણ થવા જઇ રહ્યું છે. અમૃત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલ રીફોર્મ્સ માટે ઇન્સેન્ટિવ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.વર્ષ-૨૦૧૫-૧૬ અને વર્ષ-૨૦૧૬-૧૭માં કરવાના થતાં રીફોર્મ્સ માટે રાજ્ય સરકારને અનુક્રમે રૂ.૨૬૫.૫૨ કરોડ અને રૂ.૨૮.૯૬ કરોડ એમ કુલ રૂ .૫૫.૪૮ કરોડ ઇન્સેન્ટિવ ગ્રાન્ટ તરીકે પ્રાપ્ત થઇ છે.

Related posts

અમરનાથના દર્શન માટે ૩૬૦૩ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના

aapnugujarat

અરુણાચલ મુદ્દે ભારત-ચીન ફરી આમને સામને

aapnugujarat

આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ વિધાનસભા-લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1