Aapnu Gujarat
મનોરંજન

માત્ર પૈસા માટે ફિલ્મોમાં આવ્યો હતો : અક્ષય

મોખરાના એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમારે કહ્યું હતું કે હું તો માત્ર પૈસા કમાવા માટે જ ફિલ્મોમાં આવ્યો હતો. સંઘર્ષના દિવસોમાં મેં લગભગ બારેક વર્ષ સુધી માત્ર અને માત્ર એક્શન ફિલ્મો કરી હતી.
’મને પૈસાની તાતી જરૃર હતી. કૂંગ ફુ અને કરાટે જેવી તાલીમ લીધી હતી એટલે મને એક્શન સિવાય કશું આવડતું નહોતું. કારકિર્દીની શરૃઆતમાં એટલે જ મેં બાર તેર વર્ષ સુધી માત્ર એક્શન ફિલ્મો કરી હતી. બેંગકોકરમાં થાઇ બોક્સિંગની પાંચેક વર્ષની તાલીમ લીધી ત્યારે એવો વિચાર કર્યો હતો કે મુંબઇમાં માર્શલ આર્ટસ્ની ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ ખોલીશ. તમને એક રસપ્રદ વાત કહું ? હું માર્શલ આર્ટની તાલીમ દ્વારા મહિને ૫ હજાર કમાતો હતો. એકવાર મોડેલિંગ કરવાથી થોડી મિનિટોમાં એકવીસ હજાર મળ્યા ત્યારે મને મોડેલિંગ અને ત્યારબાદ એક્ટિંગમાં રસ પડયો. ત્યારબાદ હું ફિલ્મોમાં આવ્યો’ એમ અક્ષય કુમારે કહ્યું હતું.
એણે ઉમેર્યું કે પાંચ હજારને બદલે મોડેલિંગમાં માત્ર પાંચ મિનિટમાં વીસ એકવીસ હજાર મળ્યા એટલે મેં લાઇન બદલવાનો વિચાર કર્યો અને ત્યારબાદ મને ફિલ્મોમાં તક મળી.
અક્ષય કુમાર વર્લ્ડ ટોયલેટ સમિટમાં બોલી રહ્યો હતો. એણે હાલના વડા પ્રધાનની સ્વચ્છતા ઝુંબેશના ભાગ રૃપે ટોયલેટ એક પ્રેમકથા જેવી ફિલ્મ પણ કરી હતી. ત્યારબાદ મહિલાઓને જરૃરી એવા સેનિટરી નેપકીન્સનું મહત્ત્વ સમજાવતી ફિલ્મ પેડમેન કરી હતી.

Related posts

પૂનમ પાંડેની મુંબઈ પોલીસે ૩ કલાક કરી પૂછપરછ

editor

ડોન-૩ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા કામ કરનાર નથી

aapnugujarat

હની સિંહ અને શાલિની તલવારના ૧૦ વર્ષ જૂના લગ્ન જીવનનો આવ્યો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1