Aapnu Gujarat
મનોરંજન

ડોન-૩ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા કામ કરનાર નથી

ડોન-૩માં દીપિકા પ્રિયંકા ચોપડાની જગ્યાએ કામ કરે તેવી શક્યતા દેખાઇ રહી છે. ગ્લોબલ સ્ટાર તરીકે બની ગયેલી પ્રિયંકા ચોપડા પાસે હાલમાં બિલકુલ સમય નથી. બીજી બાજુ ડોન-૩ ફિલ્મ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જેથી શાહરૂખ ખાનની સાથે અન્ય અભિનેત્રી પર શોધખોળ ચાલી રહી છે. મળી રહેલી માહિી મુજબ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકાને લેવામાં આવી શકે છે. તેની સાથે વાતચીત થઇ છે. જો કે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. શાહરૂખ ફિલ્મમાં ફરી એકવાર ગ્રે શેડવાળા અવતારમાં નજરે પડી શકે છે. મેકર્સને ફિલ્મ માટે નવી અભિનેત્રીની તલાશ છે. કારણ કે પ્રિયંકાએ ડોન-૩ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. પ્રિયંકા હાલમાં અમેરિકામાં ટીવી શો ક્વાન્ટિકોની ત્રીજી સિઝન માટે શુટિંગમાં વ્યસ્ત છે. તમામ લોકો જાણે છે કે દીપિકા અને શાહરૂખખાની જોડી અગાઉ અનેક ફિલ્મમાં સાથે કામ કરી ચુકી છે. તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે. જે ફિલ્મમાં આ જોડી સાથે કામ કરી ચુકી છે તેમાં ઓમ શાંતિ ઓમ, ચેન્નાઇ એક્સપ્રેસ અને હૈપી ન્યુ યરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આનંદ એલ રાયની ફિલ્મમાં પણ તે શહરૂખની સાથે ટુંકા રોલમાં છે. આ ફિલ્મમાં તે કૈમિયોમાં નજરે પડનાર છે. ડોન-૩ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યા બાદ હવે શુટિંગને ઝડપથી આગળ વધારાશે. અગાઉની બે ફિલ્મો હિટ રહી હતી. જેમાં પ્રિયંકા મુખ્ય રોલમાં હતી. પ્રિયંકા ચોપડા હાલમાં કોઇ પણ ફિલ્મમાં કામ કરવા માટે જંગી નાણાં મેળવી રહી છે. સાથે સાથે પ્રિયંકા ચોપડા ખુબ મોંઘી સ્ટાર બની ગઇ છે. વૈશ્વિક મંચ પર તેની બોલબાલા હાલમાં વધારે જોવા મળી રહી છે. તમામ મોટા સ્ટાર પૈકી તે એક તરીકે રહી છે.

Related posts

કંગના રનૌતનું ટિ્‌વટર અકાઉન્ટ સસ્પેન્ડ

editor

‘पानीपत’ के लिए अर्जुन कपूर ने छोड़ी ‘लाइफ इन अ मेट्रो २’

aapnugujarat

शाहिद कपूर और श्रद्धा कपूर टिहरी में स्कूटी पर दिखे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1