Aapnu Gujarat
ગુજરાત

ટ્રાફિક પોલીસ બની સિંઘમ : ૧૦ દિવસમાં ૫૦ લાખનો દંડ વસૂલ્યો…!!

ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં વાહન ચાલકો પોતાની સલામતી માટે હેલ્મેટ નહીં પહેતા હોવાનું સર્વેમાં સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસ ’સિંઘમ’ બની છે. તેમજ હેલ્મેટ નહીં પહેરીને વાહન હંકારનાર ચાલકોને અટકાવીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવે છે. ૧૦ દિવસમાં જ હેલ્મેટ નહીં પહેરનાર ૪૯ હજારથી વધારે વાહન ચાલકો સામે કેસ કરીને રૂ. ૫૦ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.
એક સર્વે અનુસાર અમદાવાદ શહેરમાં ફક્ત ૩૬ ટકા જેટલા ટુ-વ્હીર ચાલકો હેલ્મેટ પહેરે છે. આ સર્વેના ચોંકાવનારા આંકડા બાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ લોકોમાં હેલ્મેટે પ્રત્યે જાગૃત્તા વધે તે માટે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારમાં પીકઅવરમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેરયા વગર વાહન હંકારતા ચાલકોને અટકાવીને તેમની સામે કાર્યવાહી કરે છે.
તા.૧૦મી નવે.ના રોજ ૬૮૪ કેસ કરીને રૂ. ૬૮૪૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. આવી જ રીતે તા. ૧૧મી નવે.ના રોજ ૭૩૪ કેસ કરીને રૂ. ૭૩૪૦૦, તા. ૧૨મી નવેમ્બરે ૪૪૧૯ કેસ કરીને રૂ. ૪૪.૪૨ લાખ, તા.૧૩મી નવેમ્બરના રોજ ૨૯૫૫ કેસ કરીને રૂ. ૨.૯૬ લાખ, તા.૧૪મી નવે.ના રોજ ૭૭૨૪ કેસ કરીને રૂ. ૭.૭૨ લાખ, તા. ૧૫મી નવેમ્બરે ૫૨૫૪ કેસ કરીને રૂ. ૫.૨૫ લાખ, તા. ૧૬મી નવે.ના રોજ ૫૭૧૫ કેસ કરીને રૂ. ૫.૭૨ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. તા. ૧૭મી નવે.ના રોજ ૪૮૬૯ કેસ કરીને રૂ. ૪.૮૬ લાખ, તા. ૧૮મી નવેમ્બરે ૬૫૧૩ કેસ કરીને રૂ. ૬.૫૧ લાખ અને તા. ૧૯ની નવેમ્બરના રાજ સૌથી વધારે ૧૦૩૭૦ કેસ કરીને રૂ. ૧૦.૩૭ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.

Related posts

કંબોઇ ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી દાડમ પકવતાં પ્રગતિશિલ ખેડુત પિતા – પુત્ર

aapnugujarat

બીટકોઈન કેસ : નલિન કોટડિયાની ધરપકડ માટે કોર્ટમાં કરાયેલ અરજી

aapnugujarat

અલ્પેશને છોડીને ગયેલા ચેતન ઠાકોરનો ભાજપ સામે મોરચો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1