Aapnu Gujarat
બિઝનેસ

ઈનકમિંગ કૉલ માટે ચાર્જ ચૂકવવો પડશે..?

ટેલિકોમ કંપનીઓએ મોબાઇલ યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. વર્ષોથી આપવામાં આવી રહેલી ફ્રી ઇનકમિંગ કૉલની સુવિધા હવે કંપનીઓએ એક સાથે બંધ કરી દીધી છે. હવે યુઝર્સે ઇનકમિંગ કૉલ્સ માટે દર મહિને (૨૮ દિવસ) ઓછામાં ઓછુ ૩૫ રૂપિયાનું રિટાર્જ કરાવવુ પડશે. નહી તો આઉટગોઇંગ જ નહી, થોડા સમય બાદ ઇનકમિંગ સેવા પણ બંધ થઇ જશે.
એક સમય હતો જ્યારે મોબાઇલ નેટવર્ક કંપનીઓ આઉટ ગોઇંગ જ નહી, ઇનકમિંગ કૉલ પર પ્રતિ મિનિટના હિસાબે ચાર્જીસ વસૂલતી હતી. કેટલાંક વર્ષો સુધી ઇન્ટરનેટ પેક એટલે કે ડેટા પણ ખૂબ જ મોંઘો હતો.
હરિફાઇના દોરમાં ટેલિકોમ માર્કેટ બદલાયુ તો કંપનીઓએ ઇનકમિંગ કૉલ્સ પર ચાર્જીસ લેવાનું બંધ કરી દીધું. તે પછી આઉટ ગોઇંગ કૉલ્સ પણ સસ્તા થઇ ગયા. હવે સસ્તા ડેટા પેકના કારણે જ્યાં ઇન્ટરનેટ યુઝર્સમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યાં સામાન્ય જનતા માટે વૉઇસ કૉલિંગ જાણે કે ફ્રી થઇ ગઇ છે. નવા સિમ કાર્ડ ૨૦-૩૦ વર્ષની વેલીડીટી સાથે મળવા લાગ્યાં છે.
હાલના સમયમાં એવા ઘણાં યુઝર્સ છે જે ફક્સ ઇનકમિંગ કૉલ્સ માટે મોબાઇલ રાખે છે. ફક્ત મિસ કૉલ કરવા પૂરતુ ૨૦-૩૦ રૂપિયાનું રિચાર્જ કરાવે છે. તેવામાં હવે ઇનકમિંગ કૉલ્સ માટે પણ ૩૫ રૂપિયાનું રિચાર્જ દર મહિને કરાવવુ પડશે.
ગ્રાહકોએ ૩૫ રૂપિયાના રિચાર્જ પર ૨૮ દિવસ સુધી ઇનકમિંગ ચાલુ રહેશે. તેમાં ૨૬ રૂપિયાનું બેલેન્સ પણ મળશે. ૨૯મા દિવસે બેલેન્સ હોવા છતાં આઉટ ગોઇંગ બંધ થઇ જશે. નવુ રિચાર્જ કરાવવા પર જુનુ બેલેન્સ તેમાં જોડાઇ જશે. આ અંગે મહાપ્રબંધક કેપી વર્માએ જણાવ્યું કે દરેક કંપની પોતાની સેવા માટે ચાર્જીસ વસૂલી રહી છે. તેવામાં ઇનકમિંગ માટે નવો નિયમ બનાવવામાં આવ્યો છે. મોબાઇલ યુઝર્સ આટલું રિચાર્જ તો કરાવે જ છે.

Related posts

ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા ગુરુવારે જારી કરાશે

aapnugujarat

વૉલમાર્ટ-ફ્લિપકાર્ડની ડીલ ભારતને ફળશે

aapnugujarat

फूड बिजनेस में लुढ़का उबर, उबर इट्स को हुआ 7 हजार करोड़ रुपए का नुकसान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1