Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસે મુસ્લિમ વિસ્તારમાં રેલી નહી યોજવા ૨૫ લાખ ઓફર કર્યા હતા : ઓવૈસી

તેલંગાણા વિધાનસભાની ૧૧૯ બેઠક માટે ૭ ડિસેમ્બરે ચૂંટણી યોજાવવાની છે. નેતાઓ મતદાતાઓને લુભાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, કોંગ્રેસ તેમને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.
ઓવૈસીએ જણાવ્યું હતું કે, નિર્મલ વિસ્તારમાં રેલી રદ કરવા માટે કોંગ્રેસે તેમને ૨૫ લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. કોંગ્રેસની આ હરકતને તમે શું કહેશો. હું તે લોકોમાંથી જેમને ખરીદી શકાય. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું કેરેકટર લોકોને તોડવાનું રહ્યું છે. તમે આ પાસેથી પાર્ટીથી વધુ શું અપેક્ષા રાખી શકો છો.
અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના લોકોએ તેમને કહ્યું હતું કે, તેઓ મુસ્લિમ વિસ્તારોમાં પ્રચાર કરવા ન જાય. જોકે કોંગ્રેસ લોકશાહીના નારા લગાવે છે. પરંતુ તેલંગાણામાં તેમનો વાસ્તવિક ચહેરો સામે આવી ગયો છે. કોંગ્રેસને જાણવાની જરૂર છે કે, તેઓ સમાજના નબળા વર્ગના લોકો માટે અવાજ ઉઠાવનારાઓને દબાવી શકશે નહિં.
ઓવૈસી માત્ર કોંગ્રેસ પર જ નહી ભાજપ પર પણ સતત નિશાન સાધતા રહ્યા છે. તેમણે હાલમાંજ ભાજપ અધ્યક્ષ અમિત શાહને પોતાના નામ બદલવા જણાવ્યું હતું તેમણે અમિત શાહને જણાવ્યું હતું કે, શાહ નામતો ફરસી છે તમે તમારું નામ કયારે બદલી રહ્યા છે.

Related posts

असम के डिब्रुगढ में गैस पाइप लाइन में धमाका

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : વેપારી વધુ સાવધાન થયા

aapnugujarat

પુલવામાં બાદ ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1