Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઇ ગુરુવારે બજારમાં રૂપિયા ૮,૦૦૦ કરોડ ઠાલવશે

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના ગજગ્રાહ વચ્ચે સોમવારે મુંબઇમાં યોજાયેલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.આ માટે એક ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગવર્નમેન્ટ સિકયોરિટી બોન્ડની ખરીદી દ્વારા રૂ.૮,૦૦૦ કરોડ સિસ્ટમમાં ઠાલવવાનો નિર્ણય કર્યો છે, જેથી કેશ કટોકટી નિવારી શકાય.આ નિર્ણય અનુસાર તા.રર નવેમ્બરને ગુરુવારે ગવર્નમેન્ટ સિકયોરિટીઝની ખરીદી દ્વારા સિસ્ટમમાં રૂ.૮,૦૦૦ કરોડ ઠાલવવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વર્તમાન કેશ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં લઇને તેમજ ભવિષ્યમાં ટકાઉ લિક્વિડિટીને જરૂરને જોતાં આરબીઆઇએ ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ ગવર્નમેન્ટ સિકયોરિટીઝને ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદ્‌નુસાર રર નવેમ્બરે રૂ.૮,૦૦૦ કરોડ ઠાલવવામાં આવશે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ પગલાંથી આઇએલ એન્ડ એફએસ ગ્રૂપની કંપનીઓની જવાબદારી અદા કરવામાં નિષ્ફળતાના પગલે ઊભી થયેલ કેશ કટોકટીને નિવારવામાં મદદ મળશે. એટલે કે દેશમાં એનબીએફસીની કટોકટી દૂર કરી શકાશે અને દેશમાં બિઝનેસના વિકાસ માટે નવી લોન આપવાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

Related posts

પુલવામા હુમલાનો રાજકીય લાભ લેનારને પ્રજા માફ કરશે નહીં : કોંગ્રેસ

aapnugujarat

રાહુલ-પવાર સાથે સતત બીજા દિવસેય નાયડુની વિસ્તૃત ચર્ચા

aapnugujarat

डोकलाम पर हमारी नजर : रक्षा मंत्री निर्मला सीतारमण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1