Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જર્મની સરકાર ભાઈ-બહેનના શારિરીક સંબંધોને માન્યતા આપશે..!!?

જર્મની ભાઇ-બહેનની વચ્ચે શારીરિક સંબંધ બનાવવા કાયદેસર બનાવી શકે છે. જર્મન સરકારની આચાર સમિતિની દલીલો જો લાગુ થઇ તો ભાઇ-બહેનના સંબંધને અવૈધ ગણાવાતા કાયદાને ખતમ કરવામાં આવી શકે છે. આચાર સમિતિ મુજબ, આ રીતના કાયદા પોતાની ઇચ્છાથી શારીરિક સંબંધ બનાવવાના અધિકારનું હનન છે. જર્મન નૈતિકતા આપરાધિક કાનુન પરિષદની તરફથી કહેવામાં આવ્યું છે કે કોઇપણ જોડીને પોતાની મરજીથી સેકસ કરવાનો અધિકાર છે. સમિતિની આ દલીલો સાકસોનીમાં રહેવાવાળા ભાઇ-બહેનના મામલા પછી સામે આવી છે. અહીં રહેવાવાળા ભાઇ-બહેનની જોડીએ ચાર બાળકોને જન્મ આપ્યો. જેમાં બે બાળકો શારીરિક રૂપથી વિકલાંગ હતા. આ કારણથી બંનેને અલગ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બહેનની સાથે શારીરિક સંબંધ બનાવવાના કારણે ભાઇને ૩ વર્ષની સજા કરવામાં આવી હતી.
આચાર સમિતિએ આ વાતને ખારિજ કરતા કહયું કે બાળકોને વિકલાંગ પેદા થવાના કારણે કોઇ જોડીને શારીરિક સંબંધો બનાવવાથી રોકી શકાય નહીં. જર્મનીની ચાંસલર એંજલા માર્કેલના પ્રવકતાએ જણાવ્યું કે આ વાતની સંભાવના વધારે છે કે સરકાર સમિતિની દલીલોને ખારીજ કરી શકે છે.

Related posts

Bail plea of Pakistani-origin, 2008 Mumbai attack accused Tahawwur Rana rejected by US court

editor

ईरान में ‘सत्ता परिवर्तन’ नहीं चाह रहा अमेरिका : ट्रंप

aapnugujarat

कनाड़ा पीएम ट्रुडो ने लगया इमेज खराब करने का आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1